અલીબાબાના જેક માએ પોતાનો ઉત્તરાધિકારી કર્યો જાહેર, CEO ડેનિયલ ઝેંગ આગામી વર્ષે બનશે ચેરમેન

અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા (ફાઇલ)
અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા (ફાઇલ)

બેઇજિંગ: ચીનના અલીબાબા ગ્રુપના 54 વર્ષીય એક્ઝિક્યૂટિવ ચેરમેન જેક માએ સોમવારે પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી. ગ્રુપના સીઈઓ ડેનિયલ ઝેંગ (46) 10 સપ્ટેમ્બર, 2019ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. ત્યાં સુધી જેક મા તેમને સાથે લઈને કામ કરતા રહેશે, જેથી જ્યારે ઝેંગ જવાબદારી સંભાળે તો તેમને કોઇ મુશ્કેલી ના આવે. જેક મા 2020માં ગ્રુપની એન્યુઅલ શેરહોલ્ડર મીટિંગ સુધી બોર્ડમાં રહેશે.

divyabhaskar.com

Sep 10, 2018, 11:21 AM IST

બેઇજિંગ: ચીનના અલીબાબા ગ્રુપના 54 વર્ષીય એક્ઝિક્યૂટિવ ચેરમેન જેક માએ સોમવારે પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી. ગ્રુપના સીઈઓ ડેનિયલ ઝેંગ (46) 10 સપ્ટેમ્બર, 2019ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. ત્યાં સુધી જેક મા તેમને સાથે લઈને કામ કરતા રહેશે, જેથી જ્યારે ઝેંગ જવાબદારી સંભાળે તો તેમને કોઇ મુશ્કેલી ના આવે. જેક મા 2020માં ગ્રુપની એન્યુઅલ શેરહોલ્ડર મીટિંગ સુધી બોર્ડમાં રહેશે.

જેક માએ કહ્યું- યોગ્ય સમયે કરેલો યોગ્ય નિર્ણય

જેક માએ કહ્યું, "અલીબાબાની કમાન ડેનિયલ અને તેમની ટીમને સોંપવી એ યોગ્ય સમયે કરેલો યોગ્ય નિર્ણય છે, કારણકે તેમની સાથે કામ કરીને મેં જાણ્યું કે તેઓ જવાબદારી લેવા માટે તૈયાર છે. સીઈઓનું પદ સંભાળ્યા પછી તેમણે શાનદાર પ્રદર્શન કર્યું."

જેક મા ટીચિંગ, સમાજસેવા સાથે જોડાશે

- સોમવારે માને 54 વર્ષ થઈ ગયા. પોતાના 55મા જન્મદિવસ (10 સપ્ટેમ્બર, 2019) પર તેઓ રિટાયર થઈ જશે. તે દિવસે અલીબાબા ગ્રુપની 20મી એનિવર્સરી પણ છે. જેક માએ સીઈઓનું પદ 2013માં જ છોડી દીધું હતું. કારોબારી જવાબદારીઓમાંથી મુક્ત થયા પછી જેક શિક્ષક અને સમાજસેવકની ભૂમિકામાં જોવા મળશે.

- અલીબાબા કંપની બનાવતા પહેલા તેઓ ઇંગ્લિશ ટીચર હતા. તેમણે શુક્રવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટીચિંગ કરવું એ સીઈઓ બનવા કરતા વધારે સારું છે. તેઓ આ કામ વધુ સારી રીતે કરી શકે છે.

60,000 ડોલર ઉધાર લઈને કરી હતી શરૂઆત

જેક માએ દોસ્તો પાસેથી 60,000 ડોલર ઉધાર લઇને 1999માં અલીબાબા.કોમની શરૂઆત કરી હતી. અલીબાબા ગ્રુપ હવે એશિયાની સૌથી વધુ વેલ્યુ (420 અબજ ડોલર) વાળી કંપની છે. જેક મા 39.9 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીનના સૌથી મોટા અને એશિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિ છે. જુલાઈમાં રિલાયન્સના મુકેશ અંબાણી (48.3 અબજ ડોલર)એ માને પાછળ છોડ્યા હતા.

X
અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા (ફાઇલ)અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી