Home » Business » Corporate » Apple most valued company 1 trillion usd followed by Amazon and Google

એપલ 21 વર્ષ પહેલા નાદાર થવાની આરે હતી, ગ્લોબલ સ્ટ્રેટેજી અપનાવી પહોંચી એક ટ્રિલિયન ડોલર પર

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 01:20 PM

ઝડપી ઇનોવેશન, નવા-નવા પ્રોડક્ટ લોન્ચ અને દુનિયાભરમાં શાનદાર સપ્લાય સિસ્ટમ તૈયાર કરી રહેલી એપલ ડૂબવામાંથી બચી ગઇ

  • Apple most valued company 1 trillion usd followed by Amazon and Google
    1997માં માઇક્રોસોફ્ટ અને બીજી કંપનીઓની સામે એપલનું ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું હતું.

    સાનફ્રાન્સિસ્કો: એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ હાંસલ કરનારી એપલ કંપની 21 વર્ષ પહેલા દેવાળું ફૂંકાવાની કગાર પર પહોંચી ગઇ હતી. 1997માં માઇક્રોસોફ્ટ અને બીજી કંપનીઓની સામે એપલનું ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. પરિસ્થિતિ એવી થઇ ગઇ હતી કે એપલને પોતાના એક તૃતીયાંશ જેટલા કર્મચારીઓને હટાવવા પડ્યા હતા. કંપની પાસે ફક્ત 90 દિવસનો સમય હતો. અમેરિકાના મુખ્ય અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે પોતે આ જાણકારી લોકો સાથે શેર કરી હતી.

    કેવી રીતે એપલ બની દુનિયાની સૌથી મોટી કંપની

    - ઝડપી ઇનોવેશન, નવા-નવા પ્રોડક્ટ લોન્ચ અને દુનિયાભરમાં શાનદાર સપ્લાય સિસ્ટમ તૈયાર કરી રહેલી એપલ ડૂબવામાંથી તો બચી જ ગઇ પરંતુ દુનિયાની સૌથી મોટી વેલ્યુવાળી કંપની બની ગઇ.

    - આટલા મોટા પાયા પર લેટેસ્ટ ટેક્નોલોજી વાળા ડિવાઇસ બનાવ્યા અને કિંમતો પણ ઓછી રાખી. આ દરમિયાન કંપનીને ઘણા વિવાદો અને પડકારોનો સામનો કરવો પડ્યો.
    - ચીનમાં એપલની પ્રોડક્ટ્સ માટે બીજા દેશોના મેન્યુફેક્ચરર્સનો ઉપયોગ કરવા માટે કંપનીની નિંદા થઇ. કંપની પર અન્ય દેશોના સસ્તા લેબરનો ઉપયોગ કરવા અને અમેરિકન્સના હક છીનવવાના આરોપો લાગ્યા.

    આ પણ વાંચો: એપલ 1 ટ્રિલિયન ડોલર માર્કેટકેપ હાંસલ કરનારી અમેરિકાની પ્રથમ અને વિશ્વની બીજી કંપની બની

    એપલના 1 ટ્રિલિયન (1000 અબજ) ડોલર માર્કેટકેપનું મહત્વ

    - જાણીતી કંપની મૈકીઝ (11.6 અબજ ડોલર, રાફ લોરેન (10.5 અબજ ડોલર) અને હાર્લે ડેવિડસન (7.1 અબજ ડોલર)નું કુલ વેલ્યુએશન 29 અબજ ડોલર, આ એપલની નેટવર્થના ફક્ત 3 ટકા છે.

    - અમેરિકન શેરબજારના ઇન્ડેક્સ એસએન્ડપી-500ની 108 કંપનીઓની વેલ્યુ 641 અબજ ડોલર છે.
    - અમેરિકાની ચાર મુખ્ય બેંકો સિટીગ્રુપ, વેલ્સ ફાર્ગો, જેપી મોર્ગન ચેઝ, બેંક ઑફ અમેરિકાની કુલ નેટવર્થ 1.16 ટ્રિલિયન ડોલર
    - ફોક્સવેગન, ટોયોટા, જનરલ મોટર્સ અને ફોર્ડનું વેલ્યુએશન 389 અબજ ડોલર
    - દુનિયાની તમામ ઓટોમેકર કંપનીઓની નેટવર્થ 964 અબજ ડોલર
    - દુનિયાની સૌથી મોટી મિલિટ્રી કોન્ટ્રાક્ટર લોકડીહ માર્ટિન ફક્ત 93 અબજ ડોલરની કંપની
    - દુનિયાની તમામ એરલાઇન્સ અને એવિયેશન કંપનીઓનું વેલ્યુએશન 1.09 ટ્રિલિયન ડોલર
    - એપલને ટક્કર આપનારી એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટની કુલ વેલ્યુ 1.73 ટ્રિલિયન ડોલર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ