Divya Bhaskar

Home » Business » Corporate » નોકરી આપતા પહેલા એમેઝોન પોતાને કરે છે આ 3 સવાલ, જેફ બેઝોસે 20 વર્ષ પહેલા કર્યા હતા સેટ

નોકરી આપતા પહેલા એમેઝોન પોતાને કરે છે આ 3 સવાલ, જેફ બેઝોસે 20 વર્ષ પહેલા કર્યા હતા સેટ

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 07:55 PM

બેઝોસ ઇચ્છે છે કે કંપની જેમ જેમ આગળ વધે તેમ તેના સ્ટાન્ડર્ડઝ પણ ઊંચા હોવા જોઇએ.

  • નોકરી આપતા પહેલા એમેઝોન પોતાને કરે છે આ 3 સવાલ, જેફ બેઝોસે 20 વર્ષ પહેલા કર્યા હતા સેટ
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બેઝોસે 20 વર્ષ પહેલા 1998માં શેરહોલ્ડર્સને લખેલા એક પત્રમાં 3 સવાલોનો ઉલ્લેખ કર્યો હતો.

    નવી દિલ્હીઃ એમેઝોનના ફાઉન્ડર અને વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન જેફ બેઝોસની કંપનીમાં હાલમાં 5 લાખથી વધારે કર્મચારીઓ છે. પરંતુ 1995માં જ્યારે બેઝોસે પોતાની ઓફિસને ગેરેઝમાંથી સિયાટનની ઓફિસમાં શિફ્ટ કરી હતી તો એમેઝોનની ટીમ માત્ર 10 લોકોની હતી.

    બેઝોસ ઇચ્છે છે કે કંપની જેમ જેમ આગળ વધે તેમ તેના સ્ટાન્ડર્ડઝ પણ ઊંચા હોવા જોઇએ. તેથી બેઝોસે 20 વર્ષ પહેલા 1998માં શેરહોલ્ડર્સને એક લેટર લખ્યો હતો. આ લેટરમાં તેમણે કર્મચારીઓને હાયરિંગ કરવા માટે ત્રણ સરળ સવાલોનો ઉલ્લેખ કર્યો હતો. આ સવાલો ઉમેદવાર માટે નહિ પરંતુ તેની ભરતી કરનાર રીક્રુટર્સ માટે હતા. બેઝોસે લેટરમાં અપીલ કરી હતી કે કોઇ પણ કેન્ડિટેટને નોકરી આપતા પહેલા રીક્રુટર્સ પોતે આ ત્રણ સવાલ કરે. તો જાણીએ કે જ્યોર્જ બેઝોસ દ્વારા 20 વર્ષ પહેલા નિશ્ચિત કરેલા 3 સવાલો કયા હતા.

    1. શું આ માણસ તમને પસંદ છે?


    સૌથી પહેલા જેફ બેઝોસ એમેઝોન રીક્રુટર્સને કોઇ પણ કેન્ડિડેટ માટે વ્યક્તિગત રીતે વિચારવા પ્રેરે છે. એટલે કે રીક્રુટર્સ પ્રોફેશનલ રીતે નહિ પરંતુ પર્સનલ લેવલ પર વિચારે કે તેને કેન્ડિડેટ કેવો લાગ્યો. બેઝોસ લખે છે કે મેં હંમેશા એવા લોકો સાથે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે જેમને હું પસંદ કરું છું. જેની પ્રશંસા કરું છું અને હું મારી કંપની પાસે પણ આ જ માંગણી કરું છું. જો તમે આ રીતે વિચારતા હો તો મોટા ભાગે એવું થાય છે કે તમે તેમનામાંથી કઇંકને કઇંક શીખો છો. બેઝોસની આ સ્ટ્રેટેજીને ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગ પણ ફોલો કરે છે.

    આગળ વાંચો.... બીજા સવાલ વિશે...

  • નોકરી આપતા પહેલા એમેઝોન પોતાને કરે છે આ 3 સવાલ, જેફ બેઝોસે 20 વર્ષ પહેલા કર્યા હતા સેટ
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બેઝોસે લેટરમાં અપીલ કરી હતી કે કોઇ પણ કેન્ડિટેટને નોકરી આપતા પહેલા રીક્રુટર્સ પોતે આ ત્રણ સવાલ કરે.

    2. શું આ માણસ આવવાથી ગ્રુપના એવરેજ ઇફેક્ટિવનેસ લેવલમાં વધારો થશે?

     

    બેઝોસના આ સવાલનો ઉદ્દેશ કોઇ માણસની ઇનોવેશન માટેની ક્ષમતાને આંકવાનો છે. બેઝોસ પોતાના લેટરમાં લખે છે કે વસ્તુઓ ઝડપથી અને સતત બદલાઇ રહી છે. તેથી લોકોમાં કંપનીને આજથી પાંચ વર્ષ પછીના સમયને ધ્યાનમાં રાખવાનું કહું છું. આ રીતે કેન્ડિડેટની ક્ષમતાનું આકલન કરવું જરૂરી છે.

     

    આગળ વાંચો... ત્રીજો સવાલ...

  • નોકરી આપતા પહેલા એમેઝોન પોતાને કરે છે આ 3 સવાલ, જેફ બેઝોસે 20 વર્ષ પહેલા કર્યા હતા સેટ
    જેફ બેઝોસની કંપનીમાં હાલમાં 5 લાખથી વધારે કર્મચારીઓ છે.

    3. આ વ્યક્તિની ખાસિયત શું છે?

     

    બેઝોસના જણાવ્યા અનુસાર, કોઇ કેન્ડિડેટની વ્યક્તિગત ટેલેન્ટ પર વિચાર કરવો પણ જરૂરી છે. અનેક લોકોમાં કોઇ ખાસ સ્કીલ્સ, રૂચિ અને દ્રષ્ટિકોણ હોય છે. બની શકે કે કેટલીક ચીજો તમારા કામ સાથે જોડાયેલી ન હોય અને તેનાથી રોજિંદા કામમાં કોઇ મદદ ન મળે. પરંતુ આ ચીજો તમારા કામ અને કામની જગ્યાને આનંદદાયક બનાવી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending