Divya Bhaskar

Home » Business » Corporate » વિશ્વની 45% કંપનીઓને નથી મળી રહ્યા કાર્યક્ષમ કર્મચારી, ભારતમાં 56% સંસ્થાઓ પરેશાન | 56% Indian among 45% companies in the world feel shortage for talented employees

વિશ્વની 45% કંપનીઓને નથી મળતા કાર્યક્ષમ કર્મચારી, ભારતમાં 56% સંસ્થાઓ હેરાન

Divyabhaskar.com | Updated - Jun 26, 2018, 05:55 PM

ભારત સૌથી વધુ પ્રભાવિત 10 દેશોમાં સામેલ છે. અહીં 56 ટકા નોકરીદાતાઓને ખાલી પદ ભરવા માટે પરેશાની થઇ રહી છે.

  • વિશ્વની 45% કંપનીઓને નથી મળી રહ્યા કાર્યક્ષમ કર્મચારી, ભારતમાં 56% સંસ્થાઓ પરેશાન | 56% Indian among 45% companies in the world feel shortage for talented employees
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જાપાનના 89 ટકા નિયોક્તાઓએ જણાવ્યું કે તેમને ખાલી પદો ભરવા માટે મુશ્કેલી પડી રહી છે.

    નવી દિલ્હીઃ વિશ્વની 45 ટકા કંપનીઓને પ્રતિભાશાળી કર્મચારીઓની ઊણપ મહેસૂસ થઇ રહી છે. 12 વર્ષમાં આ સૌથી વધુ ટકાવારીનો દર છે. તેની પહેલા 2006માં આ દર 40 ટકા હતો. ભારત સૌથી વધુ પ્રભાવિત 10 દેશોમાં સામેલ છે. અહીં 56 ટકા નોકરીદાતાઓને ખાલી પદ ભરવા માટે પરેશાની થઇ રહી છે. મેનપાવર ગ્રુપ તરફથી ટેલેન્ટ શોર્ટેજ સરવે 2018 જાહેર કરવામાં આવ્યો છે. તેમાં 40 હજાર સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે.

    જાપાનના 89 ટકા નિયોક્તાઓએ જણાવ્યું કે તેમને ખાલી પદો ભરવા માટે મુશ્કેલી પડી રહી છે. જાપાન પછી રોમાનિયા (81 ટકા) અને તાઇવાન (78 ટકા) સૌથી વધુ પ્રભાવિત દેશો છે. સરવે અનુસાર, ટેકનિકલ અને વ્યાવહારિક ક્ષમતાઓ ધરાવતા સક્ષમ કર્મચારીઓને શોધવામાં કંપનીઓને વધુ પરેશાનીઓ થઇ રહી છે. સરવેમાં સામેલ 50 ટકાથી વધારે નિયોક્તાઓએ કહ્યું કે કર્મચારીઓની ભરતી કરતી વખતે કોમ્યુનિકેશન સ્કીલ પર સૌથી વધારે ધ્યાન આપીએ છીએ. તે પછી સહયોગ અને સમસ્યા સમાધાનની ક્ષમતાઓને પારખવામાં આવે છે.

    સૌથી વધુ પ્રભાવિત 10 દેશોમાં 5 એશિયન

    દેશ ટેલેન્ટની તંગીથી પરેશાન કંપનીઓ

    જાપાન

    (એશિયા)

    89%
    રોમાનિયા 81%
    તાઇવાન (એશિયા) 78%
    હોંગકોંગ (એશિયા) 76%
    બલ્ગેરિયા 68%
    ટર્કી 66%
    ગ્રીસ 61%

    સિંગાપોર

    (એશિયા)

    56%
    ભારત (એશિયા) 56%
    સ્લોવેકિયા 54%

    ચીન સૌથી ઓછું પ્રભાવિત

    દેશ ટેલેન્ટની તંગીથી પરેશાન કંપનીઓ
    ચીન 13%
    આયર્લેન્ડ 18%
    યૂકે 19%
    નેધરલેન્ડ 24%
    સ્પેન 24%

  • વિશ્વની 45% કંપનીઓને નથી મળી રહ્યા કાર્યક્ષમ કર્મચારી, ભારતમાં 56% સંસ્થાઓ પરેશાન | 56% Indian among 45% companies in the world feel shortage for talented employees
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેનપાવર ગ્રુપ તરફથી ટેલેન્ટ શોર્ટેજ સરવે 2018 જાહેર કરવામાં આવ્યો છે.
  • વિશ્વની 45% કંપનીઓને નથી મળી રહ્યા કાર્યક્ષમ કર્મચારી, ભારતમાં 56% સંસ્થાઓ પરેશાન | 56% Indian among 45% companies in the world feel shortage for talented employees
    સરવે અનુસાર, ટેકનિકલ અને વ્યાવહારિક ક્ષમતાઓ ધરાવતા સક્ષમ કર્મચારીઓને શોધવામાં કંપનીઓને વધુ પરેશાનીઓ થઇ રહી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending