• Home
  • Budget 2019
  • Modi govt reduced jobs up to 53 percent average in a year compared to UPA II

વચગાળાનું બજેટ / UPA 2ની સરખામણીએ મોદી સરકારમાં વર્ષે સરેરાશ 53 ટકા સુધી નોકરીઓ ઘટી

Modi govt reduced jobs up to 53 percent average in a year compared to UPA II
X
Modi govt reduced jobs up to 53 percent average in a year compared to UPA II

  • યુપીએ-2માં વર્ષે સરેરાશ 7.36 લાખ નવી નોકરી મળતી હતી
  • સરકારના આ 5 વર્ષના ગાળામાં પ્રોફેશનલ કોર્સ 123ટકા મોંઘા થયા
  • ગામડાંની 4માંથી 1 સરકારી સ્કૂલમાં વીજળી કનેક્શન જ નથી
     

Divyabhaskar.com

Feb 02, 2019, 03:39 PM IST

બિઝનેશ ડેસ્ક. કેન્દ્રની મોદી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે ગતરોજ અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પહેલાં આ સરકાર વાર્ષિક 1 કરોડ યુવાઓને નોકરીના વાયદા સાથે સત્તામાં આવી હતી. તેને પૂરો કરવાનો રસ્તો પ્રભાવી શિક્ષણ, રોજગારની પર્યાપ્ત તક અને શ્રેષ્ઠ સ્કિલ, આ ત્રણેના માધ્યમથી સરળ બને છે. જેમાં યુપીએ-2 સરકારની તુલનામાં વર્તમાન સરકારમાં નવી નોકરીઓ 53 ટકા સુધી ઘટી હોવાની વિગતો સામે આવી છે. તેના પર આ નોલેજ રિપોર્ટ પ્રસ્તુત છે. 

લોકસભા અને શ્રમ મંત્રાલય ગત 10 વર્ષના બજેટ અને સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્લાનિંગ મિનિસ્ટ્રીના આંકડા મુજબ

1. મોદી સરકારમાં સ્કૂલ બજેટની વૃદ્ધિ 24ટકા ઓછી થઈ
યુપીએ- 2ના સમયમાં કુલ બજેટનો સરેરાશ 5.13ટકા હિસ્સો શિક્ષણને અપાયો હતો. જ્યારે મોદી સરકારે રજૂ કરેલા કુલ બજેટમાં શિક્ષણનો માત્ર 3.87ટકા હિસ્સો જ શિક્ષણ માટે રહ્યો. તો 92,275 સરકારી શાળાઓમાં પ્રાથમિક અને સેકન્ડરી લેવલે તમામ વિષયો માટે એક જ શિક્ષક છે. બીજી તરફ ગામડાંની 4માંથી 1 સરકારી સ્કૂલમાં વીજળી કનેક્શન જ નથી. ફક્ત 21ટકા સ્કૂલો એવી છે જેમાં કોમ્પ્યૂટર ઉપલબ્ધ છે. સરકારના આ 5 વર્ષના ગાળામાં પ્રોફેશનલ કોર્સ 123ટકા મોંઘા થયા છે. તો 5 વર્ષમાં આઈઆઈટી-આઈઆઈએમની ફી પણ 123ટકા અને 55ટકા જેટલી વધી છે. યુપીએ-2માં આ વધારો માત્ર 80ટકા અને 30ટકા નો હતો. 
2. નોકરીના સર્જનમાં 53 ટકાનો ઘટાડો
બેરોજગારીનો દર છેલ્લા 35 વર્ષમાં ક્યારેય 3ટકાથી ઉપર નથી ગયો. જેની સામે મોદી સરકારમાં આ દર 6.1ટકાએ પહોંચ્યો છે. વર્તમાન સરકારમાં નવી નોકરીઓ 53ટકા ઘટી છે. બંને સરકારોમાં પ્રાઈમરી સેક્ટરમાં મળતા રોજગારની વાત કરવામાં આવે તો યુપીએ-2માં 7.36 લાખ સરેરાશ નવી નોકરીઓ વાર્ષિક અપાઈ હતી. જેની સામે વર્તમાન સરકારમાં 3.50 લાખ એટલે કે 53ટકા ઓછી નોકરીઓનું સર્જન થયું છે. 
3. સ્કિલ ઈન્ડિયા અભિયાન નિષ્ફળ
દેશમાં વાર્ષિક 1.2 કરોડ નોકરી એટલે કે દરરોજ 33 હજાર નવી નોકરીઓની જરૂર છે. આ રેશિયો જળવાશે તો જ બેરોજગારી કાબૂમાં આવશે. આગામી 2022 સુધી 40 કરોડ લોકોને રોજગાર મેળવવાલાયક સ્કિલ ટ્રેનિંગ આપવા માટે સરકાર 2015માં સ્કિલ ઈન્ડિયા અભિયાન લાવી હતી. જેથી બેરોજગારીમાં ઘટાડો થઈ શકે પરંતુ તેવું થઈ શખ્યું નથી.
4. લક્ષ્ય પૂરું કરવામાં 100 વર્ષ લાગશે
શહેરી યુવાઓના બેરોજગાર થવાની ઝડપ 230ટકા વધી છે. વર્તમાન સરકારમાં 15થી 29 વર્ષના યુવાઓનો સરેરાશ બેરોજગારી દર 19.22ટકા થઈ ગયો છે. જેની સામે યુપીએ-2માં આ આંકડો 8.37ટકાની અંદર હતો. 17.60 લાખમાંથી પહેલા વર્ષે ફક્ત 5.80 લાખ લોકો ટ્રેનિંગ પૂરી કરી શક્યા. તો 82 હજાર જ રોજગાર અને સ્કિલ મેળવી શક્યા. આવી રીતે જ ચોલતું રહે તો આ હિસાબે લાગશે લક્ષ્ય પૂરું કરવામાં 100 વર્ષ લાગશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી