બજેટ / નાના ઉદ્યોગો માટે કઈ ખાસ નહીં, બિલ્ડર લોબી, આઇટી ઉદ્યોગ માટે સારા સમાચાર

આજે પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું
આજે પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું
X
આજે પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતુંઆજે પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું

  • વચગાળાના બજેટને પોપ્યુલર બનાવવાના પ્રયત્નો
  • એમએસએમઇ માટે કોઈ અપેક્ષિત રાહતના સમાચાર નહીં
  • ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરાયું

Divyabhaskar.com

Feb 01, 2019, 08:16 PM IST
અમદાવાદ: ગુજરાતનાં ઉદ્યોગ જગતને લાગી રહ્યું છે કે આજે  નાણામંત્રી પિયુષ ગોયલે 2019-20 માટે વચગાળાનું જે બજેટ રજૂ કર્યું હતું તે મોટેભાગે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું છે. બજેટ સ્પીચ મારફત નાણામંત્રી પોતાની સરકારનું પાંચ વર્ષનું સરવૈયું રજૂ કરતાં હોય એવું વધુ લાગી રહ્યું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇંડસ્ટ્રીઝ (જીસીસીઆઇ) એવું માને છે કે આ બજેટ ખેડૂતો અને મધ્યમ વર્ગીય લોકો માટે વધુ કેન્દ્રિત હતું, વેપાર અને ઉદ્યોગોને લગતી કોઈ ખાસ બાબત આમાં સમાવવામાં આવી નથી. જોકે, ચેમ્બરને આશા છે કે સામાન્ય બજેટમાં આ બાબતનું ધ્યાન રાખવામા આવશે. બીજી તરફ રિયલ એસ્ટેટને લગતી જે જાહેરાતો થઈ છે તેનાથી રાજ્ય અને દેશની બિલ્ડર લોબી ખુશ છે. 
1. એમએસએમઇ માટે થોડા રિફોર્મની અપેક્ષા હતી: જીસીસીઆઇ
જીસીસીઆઇના પ્રમુખ જૈમિન વસાએ બજેટ અંગે જણાવતા કહ્યું હતું કે, આજના વચગાળાના બજેટમાં ઉદ્યોગો માટે ખાસ કઈ નવું ન હતું અને સરકારે પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હોય તેવું જણાતું હતું. લઘુ ઉદ્યોગો માટે થોડા રીફોર્મ્સ કે યોજનાઓ આપી હોત તો તેમને જે તકલીફ પડી રહી છે તેમાં રાહત થાત. ઓવરઓલ એમએસએમઇ સેગમેન્ટ માટે આ કોઈ ખાસ બજેટ નથી.
2. રિયલ એસ્ટેટ માટે સોનેરી બજેટ: જક્ષય શાહ
ક્રેડાઈના રાષ્ટ્રીય પ્રમુખ જક્ષય શાહે બજેટ અંગે કહ્યું કે, સેકશન 24 ફાયદાના આધારે આવકવેરામાં બીજા ઘરોને ભાડાની આવકમાં રાહત મળી શકે છે અને કેપિટલ ગેઇનથી બીજા ઘર માટે રોકાણને છૂટ હાઉસિંગ માટે નબળી માગને ફરી સુધારશે. ટીડીએસ થ્રેશોલ્ડ વધારીને રૂ. 2.4 લાખ અને વેચી ન શકાય તેવા ઇન્વેન્ટરી પરના નિર્ધારિત ભાડામાંથી બે વર્ષની મુક્તિથી ઉદ્યોગને ઘણી રાહત થશે. એક વર્ષ સુધીની કલમ 80 આઈબીએ એક્સ્ટેંશન એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપશે.
3. ડિજિટલ વિલેજથી આઇટી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે: જૈમિન શાહ
દેવ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના મેનેજિંગ ડાઇરેક્ટર અને નાસકોમ ગુજરાતનાં પ્રમુખ જૈમિન શાહે જણાવ્યુ હતું કે, સરકારે બજેટમાં 1 લાખ ડિજિટલ વિલેજ ઊભા કરવાની જાહેરાત કરી છે. આના કારણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગને ઘણો જ ફાયદો થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પર રાષ્ટ્રીય કાર્યક્રમ બને તો લોકોને ફાયદો થશે. એઆઈ જેવા નવી તકનીકોને અમલી બનાવવા સરકાર દ્વારા ગંભીર પ્રયત્નો દર્શાવે છે.
4. કામધેનુ યોજનાથી પશુપાલન ક્ષેત્રને ફાયદો થશે
હેસ્ટર બાયોસાઇન્સના સીઇઓ રાજીવ ગાંધીએ જણાવ્યુ કે, 2019 ના અંતર્ગત બજેટમાં પશુપાલન ક્ષેત્રમાં મજબૂત માળખું પૂરું પાડ્યું છે. અમે આ ઘોષણાને આવકારીએ છીએ. રાષ્ટ્રીય કામધેનુ આયોગ હેઠળ ગાયની આનુવંશિક ગુણવત્તાને અપગ્રેડ કરવાની જોગવાઈ ડાયરી તેમજ સમગ્ર પશુ આરોગ્યસંભાળ ઉદ્યોગ પર હકારાત્મક અસર કરશે અને અંતિમ પરિણામ તરીકે આ વધુ દૂધ ઉત્પાદન તરફ દોરી જશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી