• Home
  • Budget 2019
  • Railway Budget 2019, budgetary support of 70 to 75 thousand crore rupees to the Railways

બજેટ / વચગાળાનું બજેટ: રેલવેના વિકાસ કાર્યો માટે 1.58 લાખ કરોડની ફાળવણી, કુલ બજેટ રૂ. 27.84 લાખ કરોડનું

divyabhaskar.com | Updated - Feb 01, 2019, 04:10 PM
Railway Budget  2019, budgetary support of 70 to 75 thousand crore rupees to the Railways

  • રેલવેના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
  • મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પહેલીવાર રેલવેના નક્શા પર આવ્યા

નવી દિલ્હી: મોદી સરકારે વચગાળાના બજેટમાં પહેલીવાર રક્ષા ક્ષેત્રે સૌથી વધુ રૂ. 3 લાખ કરોડની ફાળવણી કરી છે. જ્યારે રેલવેના વિકાસ કાર્યો માટે રૂ. 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગયા બજેટમાં આ રકમ 1.48 લાખ કરોડ હતી. રેલવેના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આમ, સરકારે આ વર્ષે કુલ રૂ. 27.84 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે.

નાણાપ્રધાન ગોયલે બજેટ ભાષણમાં કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ઓઆરઓપી માટે રૂ. 35 હજાર કરોડ આપવામાં આવ્યા છે. 2019-2020માં રેલવે વિકાસ કાર્યો માટે 1.58 લાખ કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. ગયા વર્ષે આ રકમ 1.48 લાખ કરોડ હતી.

પહેલીવાર રેલવેના નક્શા પર આવ્યા પૂર્વોત્તરના ત્રણ રાજ્યો

ગોયલે કહ્યું, ગયું વર્શ રેલવે માટે ખૂબ સુરક્ષીત રહ્યું હતું. બ્રોડગેજ નેટવર્ક પર દરેક માનવરહિત કોસિંગ ખતમ કરી દેવામાં આવ્યા છે. દેશમાં વિકસીત થયેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ લોકોને વિશ્વ સ્તરની સફરનો અહેસાસ કરાવશે. મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પહેલીવાર રેલવેના નક્શા પર આવ્યા છે. આ પહેલાં રેલ રાજ્યંમત્રી મનોજ સિન્હાએ કહ્યું કે, સરકારે રેલવેમાં સીસીટીવી અને વાઈફાઈ જેવા ઈન્વેસ્ટમેન્ટ કર્યા છે. ધીરે ધીરે રેલવેમાં આવી સુવિધાઓને વધારવામાં આવશે.

2019-2020 માટે બજેટનો અંદાજ (કરોડ રૂ.માં)

રક્ષા 3,05,296
પેન્શન 1,74,300
મુખ્ય સબ્સિડી 2,96,684
કૃષિ અને સબદ્ધ કાર્યકલાપ 1,49,981
વાણિજ્ય અને ઉદ્યોગ 27,660
પૂર્વોત્તરનો વિકાસ 3,000
શિક્ષણ 93,848
ઉર્જા 44,101
વિદેશ મામલે 16,062
નાણાકીય 19,812
સ્વાસ્થ્ય 63,538
ગૃહ 1,03,927
વ્યાજ 6,65,061
આઈટી અને દૂરસંચાર 21,549
યોજના અને સાંખ્યિકી 5,594
ગ્રામીણ વિકાસ 1,38,962
વૈજ્ઞાનિક વિભાગ 26,237
સામાજિક કલ્યાણ 49,337
કર પ્રશાસન 1,17,285
રાજ્યોનો અંતરણ 1,66,883
પરિવહન 1,56,187
સંઘ રાજ્ય ક્ષેત્ર 15,042
શહેરી વિકાસ 48,032
અન્ય 75,822
કુલ 27,84,200

X
Railway Budget  2019, budgetary support of 70 to 75 thousand crore rupees to the Railways
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App