• Home
  • Budget 2019
  • Historical announcement for defense sector budget crosses 3 lakh crores

રક્ષા ક્ષેત્રે / વચગાળાનું બજેટ: ડિફેન્સ સેક્ટર માટે ઐતિહાસીક જાહેરાત, બજેટ 3 લાખ કરોડને પાર

divyabhaskar.com | Updated - Feb 01, 2019, 01:41 PM
Historical announcement for defense sector budget crosses 3 lakh crores
X
Historical announcement for defense sector budget crosses 3 lakh crores

  • પાકિસ્તાન અને ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધોના કારણે રક્ષાબજેટ વધારવામાં આવ્યું
  • એક્સપર્ટના મત પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ બજેટમાં સામાન્ય વધારો
  • ભારત હજી પણ રક્ષા બજેટમાં ચીન, અમેરિકા, રશિયા, ઈઝરાયલ અને પાકિસ્તાન કરતાં પાછળ

નેશનલ ડેસ્ક: પાકિસ્તાન અને ચીન સાથે તણાવની સ્થિતિમાં મોદી સરકારે વચગાળાના બજેટમાં રક્ષાક્ષેત્રને વધારે મહત્વ આપ્યું છે. આ બજેટમાં સરકાર તરફથી ડિફેન્સ સેક્ટર માટે રૂપિયા 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પહેલી વખત ડિફેન્સ સેક્ટરમાં રૂ. 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જોકે 2018ની સરખામણીએ ડિફેન્સની સેક્ટરમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. 

 

વચગાળાનું બજેટ રજૂ કરતાં કાર્યવાહક નાણાપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે, આપણાં સૈનિકો મુશ્કેલ સ્થિતિમાં દેશની રક્ષા કરી રહ્યા છે. સરકાર સૈનિકોના હિતોને ધ્યાનમાં રાખી રહી છે. તેમણે જણાવ્યું કે, વન રેન્ક, વન પેન્શન યોજના અંર્તગત સરકારે રિટાયર્ડ સૈનિકોને રૂ. 35 હજાર કરોડ આપ્યા છે. સૈનિકોની આ માંગણી 40 વર્ષથી પેન્ડિંગ હતી. 
 

2018માં ડિફેન્સ સેક્ટર માટે શું હતું?
1.ડિફેન્સ સેક્ટર માટે વર્ષ 2018માં નાણાપ્રધાન અરુણ જેટલીએ 2,95,511 કરોડની ફાળવણી કરી હતી. આ હિસાબે વચગાળાના બજેટમાં મોદી સરકારે દેશના રક્ષા બજેટમાં 5000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે વર્ષ 2017માં ડિફેન્સ સેક્ટર માટે 2.74 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ હિસાબે ડિફેન્સ બજેટમાં 7.81 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે બજેટમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ રક્ષા ઉત્પાદન નીતિ 2018ની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય રક્ષા ઉત્પાદન ક્ષેત્રે એફડીઆઈમાં ઉદાર બનવાની સાથે સાથે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટના દરવાજા ખોલી દીધા છે. 
સેનાને વધારે બજેટની જરૂર
2.ડિફેન્સ સેક્ટરના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ગયા બજેટની સરખામણીએ આ બજેટમાં સામાન્ય વધારો જ આપવામાં આવ્યો છે. આ ફંડ સેના માટે પૂરતું નથી. આ જ કારણ છે કે, મેક ઈન ઈન્ડિયા અંર્તગત સેનાના 25 પ્રોજેક્ટ પણ આગળ વધી શકતા નથી. નોંધનીય છે કે, પાકિસ્તાન અને ચીન સાથે ભારતના તણાવપૂર્ણ સંબંધો છે. આ સંજોગોમાં સેનાને હજી વધારે ફંડની જરૂર છે. 
રક્ષા બજેટમાં હજી પણ ચીન કરતાં પાછળ
3.ચીનની સરખામણીએ ભારતનું રક્ષા બજેટ ત્રણ ગણુ ઓછું છે. રક્ષા મામલે સંસદીય સમિતિએ થોડા સમય અગાઉ રક્ષા સેક્ટરનું બજેટ હાલના જીડીપીના 1.56 ટકાથી વધારીને 3 ટકા કરવાની ભલામણ કરી હતી. નોંધનીય છે કે, અમેરિકા તેમની જીડીપીના 4 ટકા, રશિયા 4.5 ટકા, ઈઝરાયલ 5.2, ચીન 2.5 અને પાકિસ્તાન 3.5 ટકા રક્ષા બજેટ માટે ફાળવણી કરે છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App