• Home
  • Budget 2019
  • If there are 10 lakh annual income and taking advantage of tax saving, then do not have to pay tax

વચગાળાનું બજેટ / 10 લાખ વાર્ષિક આવક છે અને કર બચતના ફાયદા લઈ લીધા હોય તો ટેક્સ ચૂકવવો નહીં પડે

DivyaBhaskar.com | Updated - Feb 02, 2019, 08:48 AM
If there are 10 lakh annual income and taking advantage of tax saving, then do not have to pay tax
X
If there are 10 lakh annual income and taking advantage of tax saving, then do not have to pay tax

  • મધ્યમવર્ગને ખુશ કરવા ટેક્સ ઘટાડ્યો
  • 2019-2020 સરાકર 13.80 લાખ કરોડ કમાશે

બિઝનેસ ડેસ્કઃ વચગાળાનું બજેટ 2019-20 પાસેથી આશા હતી કે બધા વર્ગો માટે કંઈ ને કંઈ છૂટ અવશ્ય અપાશે. આ માપદંડ પર બજેટે નિરાશ કર્યા. ચૂંટણી વર્ષમાં પણ માત્ર 5 લાખની આવક વર્ગ સુધી જ કર છૂટ મર્યાદિત રહી. નાની-નાની જાહેરાતો જરૂર થઈ.

સરકાર આ વર્ષે 13.80 લાખ કરોડ ઈન્કમ ટેક્સમાંથી કમાશે

રૂ. 10.05 લાખ વાર્ષિક આવક
1.
  સામાન્ય વરિષ્ઠ અતિ વરિષ્ઠ
કરબચત** 5.05 લાખ 5.05 લાખ 5.05 લાખ
કર યોગ્ય આવક 5.00 લાખ 5.00 લાખ 5.00 લાખ
ટેક્સ**** 0 0 0
ફાયદો 12500 10000 0
રૂ. 12.80 લાખ વાર્ષિક આવક
2.
  સામાન્ય વરિષ્ઠ અતિ વરિષ્ઠ
કરબચત** 5.05 લાખ 5.05 લાખ 5.05 લાખ
કર યોગ્ય આવક 7.75 લાખ 7.75 લાખ 7.75 લાખ
ટેક્સ**** 67500 65000 55000
ફાયદો 0 0 0
રૂ. 20.80 લાખ વાર્ષિક આવક
3.
  સામાન્ય વરિષ્ઠ અતિ વરિષ્ઠ
કરબચત** 5.05 લાખ 5.05 લાખ 5.05 લાખ
કર યોગ્ય આવક 15.75 લાખ 15.75 લાખ 15.75 લાખ
ટેક્સ**** 285000 282500 272500
ફાયદો 0 0 0
મોદી સરકારના મનમાં માત્ર નાના કરદાતા જ રહ્યા
4.તેમણે વધેલા કરદાતાઓની સંખ્યામાં કોઈ પ્રકારનો ઘટાડો ના થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. પાંચ લાખ રૂપિયા સુધીની આવકવાળા વર્ગને જ મુખ્યરૂપે રાહત આપી છે. આ રીતે કોઈ વ્યક્તિ હોમ લોનના બે લાખ રૂપિયાના વ્યાજ, 1.5 લાખ રૂપિયાવાળી કલમ 80સીની છૂટ, રૂ. 50 હજારની એનપીએસ, 50 હજાર રૂ. એજ્યુકેશન લોનનું વ્યાજ, માતા-પિતાનીની 30 હજારની મેડિક્લેમ અને પોતાની 25 હજારનો ફાયદો લે તો 10.05 લાખ રૂપિયા સુધીની આવક હોવા છતાં કોઈ પ્રકારની કર જવાબદારી નહીં આવે.
 
માત્ર વાર્ષિક 500 રૂપિયાની વધારાની બચત મળી
5.
  •  પગારદાર કર્મચારીઓને છેલ્લા બજેટમાં અપાયેલી 40 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શનની છૂટ વધારીને આ વખતે 50 હજાર રૂપિયા કરી દેવાઈ છે.
  • ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ)માં કર્મચારીઓના ભાગને 10 ટકા જાળવી રાખતા સરકાર હવે 14 ટકા યોગદાન આપશે, જે અત્યાર સુધી 10 ટકા જ હતું.
  •  અસર : 10 હજાર રૂપિયા વધારાની આવક પર કરની બચત થઈ શકશે. આ પ્રકારે વાર્ષિક 500 રૂપિયાની જ બચત થઈ શકશે. સાથે જ એનપીએસમાં કર્મચારીઓને હવે વધુ ફાયદો મળશે.
ચૂંટણી એન્ગલ
6.જો રાજકારણને જોઈએ તો ટેક્સ અને રોકાણ જાહેરાતોમાં સરકારે કર છૂટ મર્યાદાનો ફાયદો ત્રણ કરોડથી વધુ કરદાતાઓને આપ્યો છે. તેનાથી નાના નોકરીયાતો અને મધ્યમ વર્ગને આકર્ષવામાં ફાયદો થશે. બીજી બાજુ રીયલ એસ્ટેટની જોગવાઈથી શહેરી મધ્યમ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કેન્દ્ર સરકારે કર્યો છે. ટર્મ ડિપોઝીટના નિયમમાં ફેરફારથી વૃદ્ધોને આકર્ષવામાં મદદ મળશે. સરકારની આ જાહેરાતોમાં ક્યાંય ઉદ્યોગ અથવા વેપારીને કોઇ રાહત નથી.
 
છેલ્લા 5 વર્ષમાં આવકવેરા સંગ્રહ 86% વધ્યો, યુપીએમાં 119%
7.મોદી સરકારના પહેલા બજેટ (2014-15)થી લઈને 2018-19માં રજૂ થયેલ બજેટના અંદાજ મુજબ જ્યાં આવકવેરા વૃદ્ધી 86 ટકા રહી. જ્યારે 2014-15માં 2.84 લાખ કરોડ રૂપિયા આવવાની આશા હતી ત્યારે 2018-19માં તે વધીને 5.29 લાખ કરોડ રૂપિયા થઈ ગયા. બીજી બાજુ યુપીએ-2 દરમિયાન આવકવેરામાં વર્ષ 2009-10ની સરખામણીમાં 2013-14માં આવકવેરા (1.13 લાખ કરોડથી 2.47 લાખ કરોડ)માં 119 ટકાની વૃદ્ધિ થઈ. છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે કોર્પોરેશન ટેક્સ સિવાય લગભગ બધી કર અને રોકાણ જાહેરાતો પૂરી કરી છે.
 
સરકારનું 5 લાખ ફ્રિ વાળું ગણિત
8.10.05 લાખ રૂપિયાની આવકની ગણતરીમાં પગારદાર કર્મચારીઓને મળતા સ્ટાન્ડર્ડ ડિડક્શનની 50 હજાર રૂ.ની છૂટનો સમાવેશ કરાયો નથી. ** કર બચતનો આશય છે 2 લાખ રૂપિયાની હોમ લોનનું વ્યાજ. 1.5 લાખ રૂ. 80સીનો લાભ 50 હજાર રૂપિયા એનપીએસ અને 25 હજાર રૂપિયા મેડિક્લેમ, 50 હજાર રૂપિયાની એજ્યુકેશન લોનનું વ્યાજ અને 30 હજાર રૂપિયા માતા-પિતાના મેડિક્લેમનો ફાયદો. *** ટેક્સની ગણતરીમાં સેસનો સમાવેશ કરાયો નથી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App