બજેટ 2019 / જેમ્સ-જ્વેલરી સેક્ટરની માંગ, સોના પર આયાત ડ્યુટી 10%થી ઘટાડીને 4% કરવામાં આવે

Gems and jewellery sector seeks import duty cut to 4% on gold
X
Gems and jewellery sector seeks import duty cut to 4% on gold

  • કટ, પોલિસ કરવામાં આવેલા હીરા, જેમસ્ટોન પર આયાત ડ્યુટી 7.5%થી ઘટાડીને 2.5% કરવાની માંગ
  • વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે લોનના નિયમોમાં ઢીલ આપવાની પણ માંગ

Divyabhaskar.com

Jan 30, 2019, 06:06 PM IST
નવી દિલ્હીઃ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે સોના પર આયાત ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની માંગ કરી છે. કટ એન્ડ પોલિશ્ડ હીરા એન્ડ જેમસ્ટોન પર તેને 7.5 ટકાથી ઘટાડીને 2.5 કરવી જોઈએ. તેની સાથે જ ઉદ્યોગે અગામી બજેટમાં વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે લોનના નિયમોમાં ઢીલ આપવાની પણ માંગ કરી છે. 

આયાત ડ્યુટી ઘટવાથી સોનાની તસ્કરીમાં ઘટાડાની શકયતા

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન અનંત પહ્મનાભમે મંગળવારે જણાવ્યું હતું કે નાણાં મંત્રીને લખવામાં આવેલા પત્રમાં અમે કહ્યું છે કે ચાલૂ ખાતના નુકશાન(સીએડી) પર અંકુશ માટે સોના પર 10 ટકા આયાત ડ્યુટી લગાવવામાં આવી હતી. ભારતનું વ્યાપાર નુકશાન જૂન 2017માં અનુમાનથી ઘટીને 1,296 કરોડ અમેરિકન ડોલર પર આવી ચુક્યું હતું. જોકે સોના પર આયાત ડ્યુટી હાલ પણ વધુ છે. તેનાથી ગ્રે માર્કેટને પ્રોત્સાહન મળે છે. આયાત ડ્યુટી વધુ હોવાને કારણે હાલ દેશમાં સોનાની તસ્કરી ચાલું છે. 
તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે પાન કાર્ડની લિમિટને 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ માંગણી કરી રહ્યાં છે. દેશમાં હાલ પણ પાન કાર્ડ હોલ્ડર વસ્તીના 50 ટકા પણ નથી. 2 લાખ રૂપિયા સુધીના સોનાની ખરીદી પર તેની અનિવાર્યતા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલ વાત છે. ગામડામાં સોનાની ખરીદી કરનાર ગ્રાહકોતો તેને શેર કરતા નથી અથવા તો પછી તેમની પાસે પાન કાર્ડ હોતું નથી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી