બજેટ 2019 / નાણાં મંત્રી પિયૂષ ગોયલે બેન્કના પ્રમુખો સાથે મુલાકાત કરી, બજેટ પહેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ

Finance minister Piyush Goyal met heads of PSU banks on Monday

  • ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારી બેન્કોએ 1 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રિકવરી કરી
  • નવા નિમણૂંક પામેલા ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બપોરે બેન્કોના પ્રમુખો સાથે બેઠક કરી હતી

Divyabhaskar.com

Jan 29, 2019, 04:33 PM IST

નવી દિલ્હીઃ મોદી સરકારમાં પ્રથમ વાર અરૂણ જેટલીની જગ્યાએ પીયૂષ ગોયલ બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થયેલા આ બજેટને લઈને ગોયલ માટે ઘણાં પડકારો છે. જોકે ગોયલ આ પહેલા પણ ઘણાં પડકારોનો સામનો કરી ચૂકયાં છે. ગોયલ મોદી સરકારના હાઈ પ્રોફાઈલ મંત્રી મનાય છે. હાલ પણ રેલવે અને કોલસા મંત્રાલય જેવા પડકારો તેમની પાસે છે. તો ચાલો જાણીએ પીયૂષ ગોયલમાં એવી કઈ-કઈ ખાસિયતો છે, જેના કારણે વડાપ્રધાન મોદીના તે વિશ્વાસપાત્ર છે.

પ્રથમ વખતમાં જ સ્વતંત્ર ચાર્જ

પીયૂષ ગોયલ જયારે 50 વર્ષના હતા ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. વડાપ્રધાને ગોયલને સૌથી મજબૂત માનવામાં આવનાર પાવર, રિન્યુએબલ એનર્જી અને કોલસા મંત્રાલય સોપ્યું છે. આમ તો તેમને રાજય મંત્રી બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમને સ્વતંત્ર ચાર્જ આપીને સંપૂર્ણ રીતે કામ કરવાની તક આપવામાં આવી છે.

ગોયલ આ મહત્વના પદો સંભાળી ચુક્યા છે

2001-2004ઃ નિર્દેશક(ગવર્મેન્ટ નોમિની), બેન્ક ઓફ બરોડા
2002-2004ઃ સભ્ય, ટાસ્ક ફોર્સ ફોર ઈન્ટરલિકિંગ ઓફ રિવર્સ, ભારત સરકાર
2004-2008: ડાયરેક્ટર(ગવર્મેન્ટ નોમિની), સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
માર્ચ 2010-મે 2014: રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી
જુલાઈ 2010ઃ રાજયસભા માટે પસંદગી કરવામાં આવી
ઓગસ્ટ 2010થી મે 2014: સભ્ય કમેટી ઓફ ફાઈનાન્સ
નવેમ્બર 2010થી મે 2014ઃ મેમ્બર, કન્સલટેટિવ કમિટિ ફોર ડિફેન્સ
ઓગસ્ટ 20102થી મે 2014: મેમ્બર, કમિટી ઓન પ્રવોઝીન ઓફ કમ્પ્યુટર ઈક્વિપમેન્ટ ટૂ મેમ્બર ઓફ રાજયસભા
27 મે 2014થી 3 સપ્ટેમ્બર 2017ઃ મિનિસ્ટ્રી ઓફ પાવર, ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી, કોલના રાજય મંત્રી (સ્વતંત્ર જવાબદારી)
5 જુલાઈ 2016થી 3 સપ્ટેમ્બર 2017ઃ મિનિસ્ટ્રી ઓફ માઈન્સના રાજય મંત્રી
જુલાઈ 2016ઃ બે વખત રાજયસભાના સભ્ય તરીકે પસંદ કરાયા
3 સપ્ટેમ્બર 2017થી અત્યાર સુધીઃ રેલવે મિનિસ્ટર અને કોલસા મંત્રાલય
14 મે 2018થી 22 ઓગસ્ટ 2018ઃ ફાઈનાન્સ એન્ડ કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર
23 જાન્યુઆરી 2019થી અત્યાર સુધીઃ ફાઈનાન્સ મિનિસ્ટર

X
Finance minister Piyush Goyal met heads of PSU banks on Monday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી