વ્યંગ્ય / હું નરેન્દ્ર દામોદરદાસ મોદી શપથ લઉં છું, મિત્રોં, શું હવે આ બજેટથી સપનું સાચું થશે

comady articale of narandra modi on bugdet 2019

DivyaBhaskar.com

Feb 02, 2019, 09:08 AM IST

મિત્રો! બજેટવાણી


યોજનાનો ફાયદો કોને અને કેવી રીતે મળે છે? નથી જાણતાં...? ચાલો એક કથા સંભળાવું છું...


મંત્રી નીતિકુમારને એકવાર ભાષણ માટે બોલાવ્યા. ત્યાં પૂછ્યું... જાણો છો હું તમને શું જણાવીશ? જવાબ આવ્યો ના. નીતિકુમાર ગુસ્સામાં મંચ પરથી ઉતરી ગયા. કહેવા લાગ્યા જ્યારે તમને ખબર જ નથી કે હું કેમ આવ્યો છું તો ભાષણનો શું ફાયદો? થોડા સમય બાદ જ્યારે તે ફરી આવ્યા તો એ જ સવાલ ફરી પૂછ્યો. આ વખતે લોકોએ કહ્યું- હા ખબર છે. નીતિકુમાર ફરી ગુસ્સે થયા. કહ્યું- જ્યારે જાણો જ છો કે હું શું જણાવીશ તો ભાષણનો શું ફાયદો. પછી લોકોએ નક્કી કર્યુ કે અડધા લોકો હા ખબર છે અને અડધા કહેશે ના. નીતિકુમાર ફરી આવ્યા તો તેમણે સવાલ ફરી પૂછ્યો. અડધા લોકોએ હા પાડી. નીતિકુમાર મંચ પરથી ઉતરવા લાગ્યા અને કહ્યું- જેમને ખબર છે કે હું શું કહેવાનો છું તે બાકીના લોકોને જણાવી દે. બસ આવી જ બજેટ નીતિઓની કહાણી છે...

અચ્છે દિન યુવાઓના નથી આવ્યા...


બેરોજગારી 230 ટકા વધી હોવા છતાં પણ રોજગારની કોઈ મોટી યોજના નથી આવી

બજેટ ભાષણમાં પીયૂષ ગોયલે કહ્યું કે વિકાસ થાય તો નોકરીઓ પણ વધશે. સરકારી આંકડા મુજબ મોદી સરકારમાં નોકરીઓ યુપીએ-2ની તુલનાએ 53 ટકા ઘટી છે.

સૌનો સાથ મેળવવાનો પ્રયાસ...

ખેડૂતો-મધ્યમવર્ગને ખુશ કર્યા, ભાષણમાં વિચરતી જાતિને લઈને NRIનો પણ ઉલ્લેખ

ગોયલે કહ્યું- વિચરતી જાતિના લોકોની ગણતરી બાદ તેમના વિકાસ માટે પંચ બનાવાશે. સાથે કહ્યું કે ભારતના વિકાસને લઇને એનઆરઆઈ સમુદાય પણ ખુશ છે.

અબ કી બાર નાના વેપારી વાયદામાં..

સરકાર 25% સામાન નાના વેપારીઓથી ખરીદશે પણ કોઈ મોટી જાહેરાત નહીં

ફરી કહ્યું કે એમએસએમઈ માટે 59 મિનિટમાં 1 કરોડ રૂ. સુધીની લોન આપવાની યોજના છે. જોકે જરૂરથી કહ્યું કે 25 ટકા વસ્તુ નાના વેપારીઓ પાસેથી ખરીદાશે.

સ્માર્ટસિટી ભૂલી જ ગયા...

2014માં 7 હજાર કરોડ રૂપિયા રાખ્યા હતા, અત્યાર સુધી રિલીઝ 2%થી ઓછા કર્યા છે

બજેટ ભાષણમાં સ્માર્ટ સિટી યોજનાને લઇને કોઇ જાહેરાત નથી કરાઇ. તેના સ્ટેટસ વિશે પણ ચર્ચા ન કરાઈ. 5 વર્ષમાં સ્માર્ટ સિટી હેઠળ ચાલી રહેલું કામ 6 ટકા જ થઈ શક્યું છે.

બેટી બચાવો ફક્ત વાતોમાં...

મહિલાઓ માટે આ બજેટમાં કોઈ જાહેરાત નથી કરાઈ, ફક્ત જૂની વાતોનું પુનરાવર્તન

કહ્યું કે ઉજ્જ્વલા યોજના હેઠળ 8 કરોડ એલપીજી કનેક્શન આપવાની યોજના છે. તેમાંથી 6 કરોડ આપી દીધા છે. મુદ્રા યોજનાનો 70 ટકા લાભ મહિલાઓએ ઉઠાવ્યો છે.

દૂરની વાત જરૂર જણાવી...

2030 સુધીનું વિઝન : સંપૂર્ણ ભારત ડિજિટલ હશે, ડિજિટલ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરાશે

બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે 2030 સુધી ભારત સંપૂર્ણ રીતે ડિજિટલ થવા ઉપરાંત પ્રદૂષણ મુક્ત પણ થઈ જશે. સરકારે વિઝનના કુલ 10 માપદંડો ગણાવ્યા.

X
comady articale of narandra modi on bugdet 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી