• Home
 • Budget 2019
 • Budget 2019: piyush goyal acting Finance minister to present aam budget on 1 February 2019

સંસદ / વચગાળાનું બજેટ: રૂ. 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂ. 6,000, ગ્રેચ્યુટી 3 ગણી વધી

Budget 2019: piyush goyal acting Finance minister to present aam budget on 1 February 2019
Budget 2019: piyush goyal acting Finance minister to present aam budget on 1 February 2019
Budget 2019: piyush goyal acting Finance minister to present aam budget on 1 February 2019
X
Budget 2019: piyush goyal acting Finance minister to present aam budget on 1 February 2019
Budget 2019: piyush goyal acting Finance minister to present aam budget on 1 February 2019
Budget 2019: piyush goyal acting Finance minister to present aam budget on 1 February 2019

 • આ વર્ષે લોકસભા ચૂંટણીના કારણે પૂર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ
 • આર્થિક સર્વેક્ષણ પણ જુલાઈમાં જ રજૂ કરવામાં આવશે. 

Divyabhaskar.com

Feb 01, 2019, 06:16 PM IST

નવી દિલ્હીઃ મોદી સરકારે હાલના કાર્યકાળનું શુક્રવારે અંતિમ બજેટ રજૂ કર્યું. અરૂણ જેટલીની ગેરહાજરીમાં પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યું. વચગાળા બજેટમાં 5 લાખ સુધીની કરયોગ્ય આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરાઈ છે. જો કે વધુ આવકવાળાઓને કોઈ રાહત નથી મળી. ટેક્સ ફ્રી ગ્રેચ્યુટીની મર્યાદા 20 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત નાના ખેડૂતોની મદદ માટે 6 હજાર રૂપિયા વાર્ષિક તેમના ખાતામાં જમા કરાશે. અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓ માટે 3 હજાર રૂપિયા માસિક પેન્શન યોજનાની પણ જાહેરાત કરાઈ છે. 

 

લોકસભા ચૂંટણીને કારણે આ વખતે અંતરિમ બજેટ (વોટ ઓન એકાઉન્ટ) રજૂ કરાયું. જેમાં નાણાંકીય વર્ષના શરૂઆત ચાર મહિનાના ખર્ચ માટે સંસદ પાસેથી મંજૂરી લેવામાં આવી. 1948થી ચૂંટણી વર્ષમાં વચગાળાનુ બજેટ રજૂ કરવાની પરંપરા છે. લોકસભા ચૂંટણી પછી કોઈ નવી સરકાર આવશે તે જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ પણ જુલાઈમાં રજૂ કરવામાં આવશે. 

 

1. ભ્રષ્ટાચાર નિયંત્રણ
 • અમે પારદર્શકતા નવા વળાંક ઉપર ચાલી રહ્યાં છીએ. અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ચલાવી રહ્યા છીએ. રેરા કાયદો અને બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા આવી છે. ભાગેડુ આર્થિક આરોપીઓ હવે બચી નહીં શકે.
 • પહેલાં માત્ર નાના વેપારીઓ પર ધિરાણ ચૂકવવાનું દબાણ હતું. હવે મોટા વેપારીઓને પણ ધિરાણ ચૂકવવાની ચિંતા છે. ત્રણ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ રિકવર થઈ ચૂક્યું છે. સરકારી બેન્કોની ભલાઈ છે કે, 2.6 લાખ કરોડ રૂપિયાને રિ-કેપિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. 
 • નાણાપ્રધાને કહ્યું, અમે જીએસટી લાવીને સુધારાની દિશામાં મહત્વનું પગલું લીધું છે. બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા લાવ્યા છીએ. 2008-2014નો સમય ધિરાણ ક્ષેત્ર માટે સારો નહતો. સરકારી બેન્કોની નોન પર્ફોમિંગ એસેટ્સ તે કાર્યકાળમાં વધી ગઈ હતી. તે 2014માં 5.4 લાખ કરોડ હતી. અમારી સરકારમાં દમ હતો કે અમે આરબીઆઈને કહીએ કે, તેઓ આ દરેક ધિરાણો પર ધ્યાન આપે અને દેશની સામે સાચી સ્થિતિ રજૂ કરે.
2. મોંઘવારી અને આર્થિક વિકાસ
 • અમારી સરકારે કમરતોડ મોંઘવારીની કમર તોડી નાખી છે. અમે મોંઘવારી દરને 4.6 ટકાની સપાટીએ લઈ આવ્યા છે. જે કોઈ પણ સરકારની સરખામણીએ ઓછો છે. ડિસેમ્બર 2018માં માત્ર 2.19 ટકા મોંઘવારી દર રહ્યો હતો. જો અમે મોંઘવારી કાબુમાં ન કરતાં તો આપણાં પરિવારને 35થી 40 ટકા ખર્ચ વધારે કરવો પડતો. સાત વર્ષ પહેલાંની સરખામણીએ નાણાકીય ખાધ પણ ઘટી રહી છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ જીડીપીનો 2.5 ટકા જ રહ્યો છે. 
 • છેલ્લાં પાંચ વર્ષમાં જીડીપી કોઈ પણ સરકારના કાર્યકાળની સરખામણીએ વધારો રહ્યો છે. આજે અમે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. અમે ડહલ ડિજીટ ફુગાવો કાબુમાં કર્યો છે. ફુગાવો એક પ્રકારનો છુપાયેલો ટેક્સ છે. જે એક સમયે 10.1 ટકા હતો.
 • અમે 2020 સુધી ન્યૂ ઈન્ડિયા બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અમે દરેક માટે શૌચાલય, પાણી, વીજળી, ઘર હોવાની ભારતની સંકલ્પના કરી રહ્યાં છીએ. ખેડૂતોની આવક બમણી થશે અને દેશ આતંકવાદથી મુક્ત થશે. છેલ્લા પાંચ વર્ષથી ભારત ગ્લોબલ ઈકોનોમીથી છવાયેલું છે. આપણી અર્થવ્યવસ્થા આજે દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે.
 • પીયૂષ ગોયલે બજેટ ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે, હું અરુણ જેટલી હાજર ન હોવાથી ચિંતિત છું. તેઓ જલદી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું. જનતાએ અમને મજબૂત જનાદેશ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે નિર્ણાયક અને ભ્રષ્ટાચાર વગરની સરકાર બનાવી છે. અમે દેશને પોલિસી પેરાલિસિસમાંથી બહાર લઈ આવ્યા છીએ. 
3. ત્રણ કરોડ ટેક્સ પેયર્સને લાભ આપનાર જાહેરાત
 • 5 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં. દોઢ લાખ રૂપિયા સુધીનું કોઈ રોકાણ કરવામાં આવે તો 6.5 લાખ સુધી વાર્ષિક કોઈ ટેક્સ ભરવાનો નહીં. 
 • સ્ટાર્ન્ડડ ડિડકેશન રૂ. 40,000થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યું
 • બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર મળતાં વ્યાજની છૂટ રૂ. 10 હજારથી વધારીને રૂ. 40,000 કરવામાં આવી.
 • ભાડાની થતી આવકમાં 2.40 લાખ સુધી કોઈ ટીડીએસ નહીં. પહેલાં આ સીમા રૂ. 1.80 લાખ હતી.
 • રૂ. બે કરોડ સુધીના કેપિટલ ગેન પર રોકાણની સીમા એક ઘરથી વધારીને બે ઘર કરી દેવામાં આવી છે. આ છૂટ જીવનમાં એક વાર મળે છે.
 • અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં જો ઘર બુક કરાવી રહ્યાં છો તો તેના વ્યાજપર મળતી છૂટ 31 માર્ચ 2020 સુધી વધારવામાં આવી છે.
 • બીજુ ઘર હોય તો તેના ભાડાંથી થતી આવકને ઈન્કમ ટેક્સમાં બે વર્ષ સુધી બતાવવાની જરૂર નથી.
4. રેલવે
 • રેલવેમાં વિકાસ કાર્યો માટે રૂ. 1.58 કરોડની જોગવાણી કરવામાં આવી છે. ગયા વર્ષે સરકારે તે માટે 1.48 લાખ કરોડની ફાળવણી કરી હતી. ગોયલે કહ્યું કે, બ્રોડગેજ નેટવર્ક પર દરેક માનવરહિત ક્રોસિંગ ખતમ કરી દેવામાં આવ્યા છે. દેશમાં વિકસીત થયેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ લોકોને વિશ્વ સ્તરીય સફરનો અહેસાસ કરાવશે. મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં પહેલીવાર રેલવેના નક્શામાં આવશે. 
5. મધ્યમવર્ગ
 • ઘર ખરીદવા માટે સરકાર દ્વારા જીએસટીમાં વધુ રાહત આપવામાં આવશે.
6. કર્મચારી
 • સાતમા પગારપંચનો રિપોર્ટ આવ્યા પછી તેની ભલામણોને ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે. નવી પેન્શન સ્કીમમાં સરકારના યોગદાનને 4 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યું છે. જે લોકો 21 હજાર પ્રતિ માસ કમાય છે તેમને બોનસ મળશે. આ બોનસની રકમ રૂ. 7,000 હશે. ગ્રેજ્યુટીની સીમા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે. દરેક શ્રમીક માટે ન્યૂનતમ પેન્શન હવે રૂ. 1,000 કરવામાં આવ્યું છે. 
7. કામદાર
 • ઘરેલુ કામદારને પણ સામાજિક સુરક્ષા આપવાની જરૂર છે. આયુષ્માન ભારત અને જીવન જ્યોતી વીમા અને સુરક્ષા યોજના સિવાય અમે વડાપ્રધાન શ્રમ યોગી માનધન પેન્શન યોજના લાવી રહ્યા છીએ. તેમને 60 વર્ષની ઉંમર પૂરી કર્યા પછી માસિક રૂ. ત્રણ હજાર પેન્શન મળશે.
 • સરકાર શ્રમિકના પેન્શન એકાઉન્ટમાં બરાબરનું યોગદાન આપશે. અસંગઠિત વિસ્તારોના લોકોને આ યોજનાનો લાભ મળશે. આ સ્કીમ  માટે રૂ. 500 કરોડ આપવામાં આવશે. તેનાથી વધારે જોગવાઈ પણ કરવામાં આવી શકે છે. 
8. ખેડૂત
 • અમારા મહેનતી ખેડૂતોને પાકનું પૂરતી કિંમત નથી મળતી. અમારી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈતિહાસમાં પહેલીવાર દરેક 22 પાકના ટેકાના ભાવમાં ઓછામાં ઓછો 50 ટકાનો વધારો કર્યો છે. દેશના મહેનતી ખેડૂતોએ છેલ્લા સાડા ચાર વર્ષમાં રેકોર્ડ બ્રેક અનાજનું ઉત્પાદન કર્યું છે. ખેડૂતોને વ્યવસ્થિક ઈન્કમ સપોર્ટ આપવાની જરૂર છે. નાના અને સીમાંત ખેડૂતોની આવક નક્કી કરવા વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિની ઐતિહાસીક યોજના અમે મંજૂર કરી છે. બે હેક્ટર સુધી જમીન રાખનાર ખેડૂતોને તેમની આવકમાં સપોર્ટ કરવા માટે રૂ. 6,000 પ્રતિ વર્ષ પ્રમાણે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂ. 6,000 પ્રતિ વર્ષની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ રકમ બે-બે હજારના ત્રણ હપતામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. યોજનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે. અંદાજે 12 કરોડ ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.
 • આ યોજના 1 ડિસેમ્બર 2018થી લાગુ થશે. બે રૂપિયાનો પહેલો હપતો ટૂંક સમયમાં જ ખેડૂતોની યાદી બનાવીને તેમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ કાર્યક્રમનો અંદાજિત ખર્ચ રૂ. 75 હજાર કરોડ છે. જે કેન્દ્ર સરકાર ઉપાડશે. 
 • અમારી સરકારે નક્કી કર્યું છે કે, પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત થનારા ખેડૂતોને 2 ટકા વ્યાજ અને સમય પર ધિરાણ ચૂકવવા માટે 3 ટકા વધારાનું વ્યાજ માફી આપવામાં આવશે. આ રીતે ખેડૂતોને વ્યાજમાં 5 ટકાની છૂટ મળશે.
 • દુનિયાના મત્સ્યપાલનમાં ભારતની ભાગીદારી 6.8 ટકા છે. અમે મત્સઉદ્યોગનો એક અલગ વિભાગ બનાવવાનું નક્કી કર્યું છે. પશુપાલન અને મત્સઉદ્યોગ કરનાર ખેડૂતોને ક્રેડિટકાર્ડ દ્વારા લેવામાં આવતા ધિરાણમાં બે ટકા વ્યાજની છૂટ આપવામાં આવશે. 
9. સ્વાસ્થ્ય
 • 21 એમ્સ હોસ્પિટલ વિકસીત કરવામાં આવી રહી ચે. 14 શરૂ થઈ ગઈ છે. આજે જમાવતાં ખુશી થાય છે કે, 22મી એમ્સ હોસ્પિટલ હરિયાણામાં શરૂ થવાની છે.
 • પહેલાં વ્યક્તિને ધર્મસંકટ રહેતું હતું કે, તે રોજિંદા ખર્ચ પૂરા કરે કે બચત કરે. અમે દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના 'આયુષ્માન ભારત' લાગુ કરીને દેશના 50 કરોડ લોકોને લાભ આપ્યો છે. 
10. ગામ-ગરીબ
 • અમે લગભગ દરેક ઘરમાં વીજળીનું મફતમાં કનેક્શન આપ્યું છે. માર્ચ 2019 સુધી દરેક પરિવારને વીજળીનું કનેક્શન મળી જશે. અમે મિશન મોડમાં ખાનગી ક્ષેત્રને જોડીને 143 કરોડ બલ્બનું વિતરણ કર્યું છે. આ સિવાય રૂ. 50 હજાર કરોડ રૂપિયાની વીજળીની બચત પણ કરાશે.
 • પાંચ વર્ષમાં અમે 1.53 કરોડ ઘર વડાપ્રધાન આવાસ યોજના અંર્તગત બનાવીશું. તે પહેલાંની સરખામણીએ પાંચ ગણા છે. 2014 સુધી અઢી કરોડ પરિવાર વીજળી વગરના હતા. 
 • ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને સસ્તા ભાવે અનાજ આપવામાં 2018-19માં રૂ. એક લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. 2013-14માં માત્ર 92 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા. મનરેગા માટે પણ રૂ. 60 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 
 • દેશના સંશાધનો પર પહેલો અધિકાર ગરીબોનો છે. સરકારે એસસી-એસટી અને ઓબીસીના કોટાને સરખો રાખીને ગરીબો માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકાનું આરક્ષણ સુનિશ્ચિત કર્યું છે. આ સંસ્થાઓમાં લગભગ બે લાખ સીટ વધારવામાં આવશે જેથી કોઈ પણ વર્ગ માટે આરક્ષણની સીટો ઓછી ન પડે.
 • 2019માં અમે સ્વચ્છ ભારત મિશન ચલાવીશું. 5.45 લાખ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત કરવામાં આવ્યા છે. અમે લોકોની માનસિકતા બદલવામાં સફળ રહ્યા છીએ.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી