• Home
  • Budget 2019
  • After six budgets of BJP government, the deadline of the day will increase by 10 years

મોદીનું 10 ડી વિઝન / ભાજપ સરકારના 6 બજેટ બાદ પણ અચ્છે દિનની ડેડલાઇન 10 વર્ષ વધી

મોદીની ફાઈલ તસવીર
મોદીની ફાઈલ તસવીર
X
મોદીની ફાઈલ તસવીરમોદીની ફાઈલ તસવીર

  • 2030 સુધી દેશને પ્રદૂષણ, કુપોષણ, નિરક્ષરતા મુક્ત કરવાની કલ્પના
  • નાણા મંત્રીએ કહ્યું અઢળક સ્ટાર્ટઅપ અને ઇકોસિસ્ટમથી લાખો નોકરીઓ આવશે

DivyaBhaskar.com

Feb 02, 2019, 09:35 AM IST
બિઝનેસ ડેસ્કઃ આ વખતના વચગાળાના બજેટમાં જાહેરાતોથી અલગ એક મોટો હિસ્સો સરકારના આગામી દસ વર્ષના વિઝને પણ આપી દેવાયો હતો. આમ પહેલી વાર થયું છે જ્યારે બજેટમાં નાણા મંત્રીએ સરકારનું વિઝન જણાવ્યું છે. વિઝનમાં 10 પરિમાણો (ડાઇમેન્શન) મારફત 2030ના ભારતના ‘અચ્છે દિનો’ની કલ્પના કરાઇ હતી. પીયુષ ગોયલે કહ્યું કે દસ વર્ષમાં અમે એવા ભારતની રચના કરીશું જેમાં ગરીબી, કુપોષણ, ગંદકી અને નિરક્ષરતાનું નામ નહીં હોય. બાકીની ઘણી જાહેરાતોની જેમ જ તેમાં કોઇ નક્કર આંકડા અપાયા નથી. બાકીના ભાષણની જેમ તેમાં પણ ગોયલે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આયુષ્માન યોજનાઓનો માત્ર ઉલ્લેખ કર્યો છે. હાલની સ્થિતિઓને જોતાં કરાયેલા મોટાભાગના દાવા-વાયદાઓ હકીકતમાં બદલાતા દેખાઇ રહ્યા નથી. તેની પર એનાલિસિસ...

પહેલીવાર બજેટમાં રજુ કરાયું આગામી 10 વર્ષનું વિઝન

1. ઇકોનોમીનું સપનું

અમે આગામી 5 વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખીએ છીએ.

 

પણ...હાલ 7.3ના જીડીપી રેટ સાથે 2.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા છીએ.
 

હાલના દરથી 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનવામાં 10 વર્ષ લાગશે, સરેરાશ 10 ટકાનો દર જરૂરી છે, જ્યારે આઈએમએફ ફોરકાસ્ટ 7.7 ટકાનો છે.

2. ડિજિટલનો સહારો

ડિજિટલ ઇન્ડિયા અર્થતંત્રના દરેક ક્ષેત્ર અને દેશના ખૂણે-ખૂણામાં પહોંચશે

 

પણ... દેશમાં 25% લોકો સુધી જ ઇન્ટરનેટ પહોંચ્યું છે. 20% ગ્રામીણ ઉપયોગ કરે છે.

 

 મોબાઇલ ઇન્ટરનેટ 100 ટકા લોકો સઉધી પહોંચે તેમાં 16 ટકાના સરેરાશ દરે હજુ 6 વર્ષ લાગશે. એટલે કે 2030 સુધી ઇન્ટરનેટ બધા સુધી પહોંચી શકે છે.

 


 

3. ગંગાની ચિંતા

ગંગા નદી સાફ કરવા માટે અમે પ્રયાસ કર્યા, અમારું વિઝન નદીઓ છે.

 

પણ... ગંગામાં રોજ 2040 કરોડ લીટર સીવેજ પડે છે. 60,000લી.ના ટ્રીટમેન્ટની વ્યવસ્થા. 

સીવેજના નિકાલ માટે 2040 કિલોમીટરનું નેટવર્ક બનાવવાનું હતું, હજુ સુધી 54 કિમી બન્યું છે. આ ગતિ રહેશે તો આખુનં નેટવર્ક બનવામાં 37 વર્ષ લાગશે.
 

4. રોજગારની રાહ

 ગ્રામીણ ઔદ્યોગીકીકરણ કરશે રોજગાર સર્જન, તે મેક ઇન ઇન્ડિયાથી થશે

 પણ...
2006 બાદથી GDPમાં મેન્યુફેક્ચરિંગની ભાગીદારી સતત કથળી રહી છે.

 

 જીડીપી 7 ટકા અને મેન્યુફેક્ચરિંગનો દર 15 ટકા રહ્યો તો પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રમાં 25 ટકા ભાગીદારી થવામાં 9 વર્ષ લાગશે.
 

  •  ‘ભારતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ઇલેક્ટ્રિક ગાડીઓ પર ભાર આપીશું.’
  •  ‘કિનારાના વિસ્તારોના લોકોના જીવનને સાર્થક બનાવવા માટે ‘બ્લૂ ઇકોનોમી’ પર ભાર.’
  •  ‘આપણું સાતમું પરિમાણ અનંત આકાશ છે. 2022 સુધી ભારતીય અવકાશયાત્રી મોકલીશું.’
  •  ‘ખાદ્યાન્નમાં ભારતને આત્મનિર્ભર બનાવવું અને વિશ્વભરમાં ખાદ્યાન્નની નિકાસ.’
  •  ‘સ્વસ્થ ભારત વિઝનનું નવમું પરિમાણ છે. 2030 સુધી બધા માટે મફત આરોગ્ય સંભાળની દિશામાં કામ કરીશું.’
  •  ‘2030ના ભારતમાં એવા કર્મઠ અને જવાબદાર અધિકારી રહેશે જે જનતા સાથે મિત્રવત વ્યવહાર કરશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી