દરિયામાંથી મળી આવી 200 વર્ષ જૂની શેમ્પેઇન, તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ બોટલની હરાજી કિંમત એક નવો રેકોર્ડ સ્થાપે તેવી સંભાવના છે બાલ્ટિક સમુદ્રના પેટાળમાં દબાયેલા જહાજના ભંગારમાંથી 11 જેટલી 200 વર્ષ જૂની શેમ્પેઇનની બોટલ્સ થોડા સમય પહેલા મળી આવી હતી. આમાંની કેટલીક બોટલની હરાજી આ અઠવાડિયે ફિનલેન્ડમાં થવાની છે. આ બોટલની હરાજી કિંમત એક નવો રેકોર્ડ સ્થાપે તેવી સંભાવના છે. 2010માં આવી જ વર્ષો જૂની શેમ્પેઇન બોટલ્સની હરાજી થઈ હતી, જેની હરાજી કિંમત 30,000 યુરો (37,400 ડોલર) મળી હતી. આ રકમે પણ એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આલાન્ડ પ્રોવિન્શિયલ ગવર્નમેન્ટ ઓફિશિયલ રેઇનર જસલિન જણાવે છે કે એ હરાજીએ જ તેમને આ વખતે હરાજી યોજવા માટેની પ્રેરણા આપી છે. એજન્સી ફ્રાન્સ પ્રેસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ જથ્થામાં 6 બોટલ જગલર, 4 બોટલ વેવ ક્લિક્વોટ અને એક બોટલ હેડસિક એન્ડ કંપનીની છે. આ બોટલ 1825થી 1830 વચ્ચે સમુદ્રમાં પડેલા ભંગારમાંથી મળી હોવાનું માનવામાં આવે છે. શેમ્પેઇન એક્સપર્ટ રિચર્ડ જુહલિને જણાવ્યા પ્રમાણે બાલ્ટિક સમુદ્રના પેટાળમાં તદ્દન અનુકૂળ વાતાવરણમાં પડી રહી હોવાના કારણે તેનો સ્વાદ પણ જળવાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. આ શેમ્પેઇનની હરાજી ફ્રાન્સનું આર્ટક્યુરિયલ ઓક્શન હાઉસ કરશે. આ નીલામી આલાન્ડ આઈલેન્ડના મેરિહેમના એલાન્ડિરા કોંગ્રેસ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે યોજાશે.