• Gujarati News
  • The Ten Iconic Dresses That Tell The Story Of Princess Diana's Extraordinary Life

For sale: આ જ ડ્રેસ પહેરી પ્રિન્સેસ ડાયનાએ 20 મિનિટ સુધી ડાન્સ કર્યો હતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ એજ બધા ડ્રેસીસ છે જેમણે પ્રિંસેસ ડાયનાને ઇંટરનેશનલ સેલિબ્રિટી બનાવી છે. આ જ ડ્રેસીસને કારણે તે સ્ટાઇલ આઇકન ગણાતી હતી. તે ચાલી ગઇ પણ તેની ઓળખ હજી જીવતી છે. તે જીવે છે તેના આઇકોનિક ડ્રેસીસમાં. આજે પણ તેના આ ડ્રેસીસ દુનિયામાં ધુમ મચાવી રહ્યા છે.

તેના જીવનના સૌથી સારા ડ્રેસીસ અને ગાઉન હરાજીમાં મુકાયા છે. તેના જીવનની કહાનીને બયાન કરતા કુલ 10 ડ્રેસીસની હરાજી કરવામાં આવી રહી છે.

એક અંદાજ મુજ્બ, આ હરાજીમાંથી લગભગ 1 મિલિયન પાઉંડ એટલે કે રૂપિયા 8 કરોડ ઉપજશે.

મંગળવારે લંડનમાં આ હરાજી શરૂ કરવામાં આવી છે. હાલમાં જે એક ડ્રેસ મુકવામાં આવ્યો છે તે midnight-blue gown છે જે ડાયનાએ વ્હાઇટ હાઉસની મુલાકાત વખતે પહેર્યો હતો. Saturday Night Fever ગીત પર તેણે ડાંસ પણ કર્યો હતો.

હરાજીમાં મુકાયેલા દરેક ડ્રેસ પાછળ એક વાર્તા છે. ડાયનાના જીવનની કથા.

1997માં એક બિઝનેસમેન Maureen Rorech Dunkel દ્વારા રોકાણના હેતુંસર આ ડ્રેસીસ ખરીદવામાં આવ્યા હતા. પણ એજ વરસે ડાયનાના અણધાર્યા નિધનના પગલે ચેરિટીના હેતુથી હરાજી કરાઇ હતી અને હવે નાણાંકિય મુશ્કેલીના કારણે હરાજી થઇ રહી છે.

ડાયના એક ફેશન આઇકન હતી. તે જાણતી હતી કે ડ્રેસ વખાણવા લાયક ક્યારે બને?

આવા 10 ડ્રેસ વિશે વધુ વિગતો જાણવા અને તે ડ્રેસને નિહાળવા ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ