બરફ ઉપર 280ની ઝડપે કાર દોડાવી બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાર ચલાવનારનું નામ જેન લેટિનન. હુલામણું નામ આઇસમેન. કારનું નામ Audi RS6. આ બન્નેએ મળીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બરફ ઉપર 280 Mphની ઝડપે કાર દોડાવવાનો રેકોર્ડ. ફિનલેંડના બોથ્નિઆ વિસ્તારમાં થીજી ગયેલા બરફના પથ ઉપર આ સિધ્ધિ નોંધાવવામાં આવી છે. આ કાર માટે ખાસ અલગથી ટાયર બનાવવામાં આવ્યા હતા.

બરફ ઉપર સૌથી વધુ ઝડપથી કાર ચલાવવાનો આ એક નવો રેકોર્ડ છે. 7.5 માઇલ સુધી તેણે આ સ્પીડથી કાર ચલાવી હતી. અગાઉ પણ બરફ ઉપર કાર ચલાવવાનો રેકોર્ડ આઇસમેન દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. અગાઉ 211ની ઝડપે કાર ચલાવાઇ હતી.

આ કાર, ટાયર અને આઇસમેન વિશે વધુ વિગતો જાણવા અને તસવીરો જોવા ક્લિક કરો આગળની સ્લાઇડ