ચાલો, શકીરાના મિયામી બીચ પર આવેલા ભવ્ય ઘરની મુલાકાતે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રેઁમી એવાર્ડ વિજેતા સ્ટાર શકિરાનો આજે જન્મ દિવસ છે. 1977ની બીજી ફેબ્રુઆરીએ તેનો જન્મ થયો હતો અને તેને કુલ 8 ભાઇ-બહેન છે. શકિરા બધામાં નાની છે. તેના નામનો અર્થ થાય છે ગ્રેસ. વુમેન ફૂલ ઓફ ગ્રેસ. શકિરા આજે યુવાનોમાં બહુ લોકપ્રિય છે. 18 મહિનાની ઉંમરે તે એ.બી.સી.ડી. શીખી ગઇ હતી. ત્રણ વરસની ઉંમરે તેને વાંચતા આવડી ગયું હતું. ચાર વરસની ઉંમરે શકિરા સ્કૂલે જતી થઇ ગઇ હતી.

તેને સેક્સીએસસ્ટ વુમેનનો ખિતાબ પણ મળી ચુક્યો છે. તે હાલમાં મિયામી ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. તેનું ઘર જોવાલાયક સ્થળ બની ગયું છે. 6500 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું તેનું ઘર 2001માં 3.38 યુ.એસ.ડોલરમાં એક જણે માંગ્યું હતું. કુલ પાંચ બેડરૂમ છે, 6 બાથરૂમ છે, પુલ છે અને ડોક પણ છે.

દુનિયાના જાણીતા મિયામી બીચ પર જ આ ઘર આવેલું છે. આ જ બીચ ઉપર અન્ય ઘણા સેલિબ્રિટી લોકો પણ રહે છે.

તસવીરોમાં જુઓ, બર્થ ડે સ્ટાર શકિરાના મિયામી બીચના મહેલનો નઝારો