ઇનોવા, એર્ટિગા અને ક્વાંટોને ટક્કર આપવા આવી રહી છે ઇવેલિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં લોન્ચ થશે ઇવેલિયા, ધોની ખરીદવાનો છે વધુ એક કાર

તહેવારોની સિઝન પર જો તમે કાર ખરીદવાનો પ્લાન ઘડી રહ્યાં છો તો એક સારા અને નરસા એમ બંને સમાચાર છે. સારા સમાચાર એ છે કે ફેસ્ટિવલ સિઝન પહેલા કાર કંપનીઓ વચ્ચે લોન્ચિંગને લઇને 'યુદ્ધ' શરૂ થઇ ગયું છે.

તાજેતરમાં ક્વાંટો અને એર્ટિગાના લોન્ચિંગ બાદ હવે નિસાનની નવી એસયુવી ઇવેલિયા ભારતના રસ્તા પર દોડશે. સાત સીટોવાળી એમયુવી (મલ્ટી યુટિલિટી વ્હિકલ) આજે દિલ્હીમાં લોન્ચ થઇ રહી છે. ત્યાર બાદ બુધવારે મુંબઈમાં, ગુરૂવારે ચેન્નઇ અને શુક્રવારે બેંગલૂરુમાં લોન્ચ થશે. આ કારની કિંમત 8થી 10 લાખ રૂપિયા વચ્ચે હોઇ શકે છે.

નરસા સમાચાર એ છે કે તહેવારોની સિઝન પહેલા હોન્ડાએ પોતાની ગાડીઓની કિંમત 1 ઓક્ટોબરથી વધારવાની જાહેરાત કરી છે. કંપની ત્રણ ગાડીઓ બ્રિયો, જેજ અને સિટીના ભાવ 0.2 થી 2.6 ટકા વધારશે. એક સપ્તાહમાં મારૂતિ સુઝુકી પણ પોતાની ગાડીઓના ભાવ વધારી શકે છે.


Related Articles:

આ કાર્સ અમિતાભનાં ઘરની શાનમાં લગાવે છે ચાર ચાંદ
દસ કોન્સેપ્ટ કાર્સ જેમણે બદલી નાખ્યો કાર્સનો કોન્સેપ્ટ
PHOTOS: એવી કોન્સેપ્ટ કાર્સ જેમણે બદલી નાંખ્યો મોટરકાર્સનો ઇતિહાસ