રસ્તા પર આગ લગાવવા આવી રહી છે B.M.W.ની આ શાનદાર કાર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરો જોશો, તો તમે પણ આ કાર લેવા તૈયાર થઈ જશો બીએમડબલ્યુ એમ-6 એક શાનદાર પરફોર્મન્સવાળી સ્પોર્ટ્સ કાર છે, જે ખાસ પ્રકારના ટ્રેક માટે બનાવવામાં આવી છે, પણ તેનો અર્થ એ નથી કે આ લક્ઝરી કાર દરરોજના વપરાશ માટે રસ્તા પર નહીં ચલાવી શકાય. હવે આ શાનદાર કાર તમારા ઘરના પાર્કિંગમાં પણ દેખાશે. આમ તો આ કાર એટલી જોરદાર છે કે તમે તરત જ જે ખરીદવાનો પ્લાન બનાવી લેશો. આ કારમાં પાવરફૂલ 560 એચ.પી.એન્જિન અને 500 આઈબી-એફટીનો ટોર્ક છે. આ કારમાં 7 સ્પીડએમ ડબલસ્પીડ ક્લબ ટ્રાન્સમિશન છે. આ કાર કમ્પ્લીટ ‘એક્ટિવ એમ ડિફરન્શિયલ’ સાથે આવે છે, જે પાછલા પૈડાંની વચ્ચે પાવર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. તેમાં 4.4 લીટરનું એન્જિન છે, તેનું વી-8 ટર્બોટાર્જ્ડ એન્જિન 12% વધારે સ્પિન કરે છે, જેનાથી પહેલાની કારોની સરખામણીમાં તેમાં 30% ફ્યુઅલનો વપરાશ ઓછો થશે. તેના વધુમાં વધુ આર.પી.એમ. 5750થી 7000ની વચ્ચે છે. આ કાર 4.2 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પકડી લે છે. 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પકડવા માટે આ કારને માત્ર 13 સેકંડનો સમય લાગે છે. રસપ્રદ વાત તો એ છે કે તેનું સેવન સ્પીડ ડબલક્લબ ક્લચ ટ્રાન્સમિશન ઝડપથી ગિયર બદલવામાં મદદ કરે છે. જાણો ભારતમાં BMWની કિંમત