200 કરોડમાં વેચાયેલી આ શાનદાર ફરારીએ તોડી નાંખ્યા તમામ રેકોર્ડ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારે આ ફરારી 250 જીટીઓ દુનિયાની સૌથી મોંઘી કાર બની ગઈ છેરેસ ડ્રાઇવર સ્ટિયરિંગ મોસે પાછલા દિવસોમાં ફરારી 250 જીટીઓ ખરીદી હતી. આ શાનદાર કારે બધા રેકોર્ડ તોડી નાંખ્યા અને તે દુનિયાની સૌથી મોંઘી કાર બની ગઈ. આ કારની ડીલ 200 કરોડ રૂપિયામાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે 1962થી 1964 વચ્ચે આ કંપનીએ 39 જીટીઓ કાર બનાવી હતી. 200 કરોડમાં વેચાયેલી આ ફરારીએ બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.200 કરોડની આ કાર ખરીદનારા મોસ અમેરિકાના સિએટલમાં રહે છે. પાછલા બે મહિનામાં ફરારીની ઘણી મોટી પ્રાઇવેટ ડીલ થઈ છે. 1962થી 1964 વચ્ચે આ કંપનીએ 39 જીટીઓ બનાવી હતી, તેનો રંગ એપલ ગ્રીન હતો, આ કાર તેમાંથી જ એક છે.anamera.comના હાઈ એન્ડ સેલ્સમાં આ ગાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વેબસાઇટ ક્લાસિક કાર ડીલર્સ માટે છે. આ કારની ડીલને બે સ્પેશ્યલિસ્ટ ટ્રેડર્સે કન્ફર્મ કરી છે. આ કાર ઈંગ્લેન્ડમાં રહેતા એક બિઝનેસમેન એરિક હીરેમાએ વેચી છે.