• Gujarati News
  • Quality Certification Is Necessary For Manufacturing Sector

ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટથી એમએસએમઇ બનશે વર્લ્ડ ક્લાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા પાંચ દશકમાં દેશમાં વસતી લગભગ બમણી થઇ ગઇ છે. જયારે આપણી ખેતીલાયક જમીન અને પ્રાકૃતિક સંસાધન કયાં તો એટલા જ છે અથવા તો ઘણાં વિસ્તારોમાં ઘટયા છે. આવી સ્થિતિમાં ભારતીય ઇકોનોમીનો ઉચ્ચ વિકાસ દર, ખાસ કરીને બે આંકડામાં લઇ જવા માટે મેન્યુફેકચરિંગ તેમજ સર્વિસ સેકટરને પ્રોત્સાહન આપવું આવશ્યક છે. આના માટે જરૂરી છે કે મેન્યુફેકચરિંગ અને એક્સપોર્ટ સેકટર માટે મહત્વના સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ (એમએસએમઇ) સેકટર પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અને એક એવી ઇકો સિસ્ટમ તૈયાર કરવી પડશે જેનાથી એમએસએમઇમાં ઉત્પાદનમાં વધારો થાય, પ્રતિસ્પર્ધા વધે અને ક્વાલિટી વધે.
એમએસએમઇમાં ઝીરો ડિફેકટ અને ઝીરો ઇફેકટ મોડલ અપનાવવું પડશે. જેથી તે વિશ્વ સ્તરની કંપનીઓ સાથે મુકાબલો કરી શકે.
આઇએસઓ સ્ટાન્ડર્ડે મહત્વ ગુમાવ્યું
જો આપણે વર્તમાન ઇકોસિસ્ટમને જોઇએ, તો ગુણવતા, ઉત્પાદકતા અને ઉર્જા દક્ષતાના સેકટરમાં કામ કરી રહેલી એજન્સીઓને જુદી જુદી કે વિપરીત દિશાઓમાં કામ કરવું પડે છે. આજની તારીખમાં ઉદ્યોગોની ક્વોલિટી સર્ટિફિકેટ મેળવવા માટે ઘણી પ્રક્રિયાઓ અને પ્રણાલિઓમાંથી પસાર થવું પડે છે, પરંતુ પ્રક્રિયાની સખ્તીમાં ઘટાડો અને તપાસની વ્યવસ્થામાં ઘટાડાને કારણે ઘણાં સર્ટિફિકેટ ખાસ કરીને આઇએસઓ ૯૦૦૧ એ પોતાનું મહત્વ ગુમાવી દીધું છે. ઘણાં કિસ્સાઓમાં એસએમઇ કયાં તો સબ્સિડી લેવા માટે કે વિદેશી ખરીદારોને આકર્ષિક કરવા માટે આવા સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લે છે,પરંતુ તેમના નવીનીકરણ અને સ્ટાન્ડર્ડ યથાવત રાખવાની દિશામાં બાદમાં કોઇ વિશેષ પ્રયાસ નથી કરતા. હાલના સમયમાં સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન પ્રણાલીમાં કોઇ ગ્રેડિંગ સિસ્ટમ પણ નથી. જે ઉદ્યોગોને સતત પોતાની ગુણવત્તામાં સુધારો કરવા અને માનકોના સારા ગ્રેડ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરી શકે.
લીન મેન્યુફેકચરિંગ ટેકનીકની જરૂરીયાત
આપણા દેસમાં ક્વાલિટી સ્ટાન્ડર્ડની દિશામાં તો કામ થયું, પરંતુ ઉત્પાદકતાને વધારવાના પ્રયાસો ખાસ કરીને લીન મેન્યુફેકચરિંગ ટેકનીકને અપનાવવાનો પ્રયાસ ઘણો ઓછો થયો છે. આ દિશામાં વર્ષ ૨૦૦૯માં એમએસએમઇ મિનિસ્ટ્રીએ ૫ એસ, સિક્સ સિગ્મા, વિઝ્યુઅલ કન્ટ્રોલ, જસ્ટ ઇન ટાઇમ, પોકા-યોક, કાનબાન અને કાઇઝાન જેવી ટેકનીકોને અપનાવીને ઉદ્યોગોમાં ઉત્પાદકતાને વધારવા અને બર્બાદી ઘટાડવા માટે એક લીન વિનિર્માણ પ્રતિસ્પર્ધાત્મકતા કાર્યક્રમ (એલએમસીએસ) શરૂ કર્યું, જેના પરિણામો ઘણાં ઉત્સાહજનક આવ્યા.
એક અભ્યાસ અનુસાર આ પ્રયાસોથી જુદા જુદા ઔદ્યોગિક ક્ષેત્રોમાં રહેલી ટેકનીકોને અપનાવીને ઉદ્યોગ પોતાની ઉત્પાદકતાને ૨૦-૩૦ ટકા સુધી વધારી શકયા.
એમએસએમઇ મિનિસ્ટ્રીએ બનાવ્યો કાર્યક્રમ
કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં લેતાં મિનિસ્ટ્રીએ આ સ્કીમને વધુ વ્યાપક બનાવી છે. જેને દેશભરમાં ૫૦૦થી વધારે ક્લસ્ટર્સમાં કાર્યરત કરવાની છે. જો કે કેટલીક ઓઇએમ ખાસ કરીને ઓટોમોબાઇલ સેકટરમાં કેટલાક વર્ષોથી પોતાના ટિયર ૧ અને ટિયર ૨ કંપનીઓમાં લીન મેન્યુફેકચરિંગ ટેકનીકોને અપનાવવા માટે કાર્ય કરી રહ્યા હતા, પરંતુ દેશ સ્તર પર લીન મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા માટે કોઇ સંગઠિત પ્રયાસ નથી થયો. આજે એમએસએમઇ મિનિસ્ટ્રી બે ક્રિયાન્વયન સંસ્થાઓ ક્રમશઃ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (એનપીસી) તથા ક્વોલિટી ઓફ ઇન્ડિયા (ક્યૂસીઆઇ) ની મદદથી ૩૫૦ થી વધારે ક્લસ્ટર્સમાં આ કાર્ય કરી રહી છે.
જેડ સર્ટિફિકેશનની જરૂરીયાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશમાં ઝીરો ડિફેકટ અને ઝીરો ઇફેકટ મેન્યુફેકચરિંગની આવશ્યકતા છે. પરંતુ તેને હકીકતમાં બદલવા માટે ઘણાં પગલા ભરવા પડશે. દેશમાં એક એકીકૃત અને સમગ્રતાવાદી ઝેડ સર્ટિફિકેશન (ZED Certification) પ્રણાલી વિકસિત કરવી પડશે. જે ગુણવત્તા,ઉત્પાદકતા, ઉર્જા દક્ષતા, પ્રદુષણ નિયંત્રણ, નાણાંકીય સ્થિતિ, એચઆર અને ઉત્પાદનની સાથે સાથે મેન્યુફેકચરિંગમાં ડિઝાઇન તેમજ આઇપીઆર સહિત ટેકનોલોજીનો સમાવેશ કરી શકાય.
માર્કેટમાં ટકી રહેવા માટે ક્વોલિટી સર્ટિફિકેશન જરૂરી
એક વધુ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે એમએસએમઇ ક્વોલિટી સર્ટિફિકેશન માટે કેમ આગળ આવશે તો કેન્દ્ર સરકારે ગત દિવસોમાં નિર્ણય લીધો છે કે પીએસયૂને એમએસઇથી તેમની વાર્ષિક ખરીદી ૨૦ ટકા ખરીદી કરવાનું અનિવાર્ય હશે. આ ઉપરાંત, સિંગલ તેમજ મલ્ટી બ્રાન્ડ રિટેલ સેકટરમાં એફડીઆઇ, જુદા જુદા મેન્યુફેકચરિંગ ક્ષેત્રોમાં એફડીઆઇ ઇ-બિઝનેસ, ડિફેન્સ ઓફસેટ પોલિસી વગેરે દ્ધારા ઉદ્યોગો પોતાની ઉત્પાદકતાને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે પર્યાપ્ત તકો પ્રદાન કરી શકાશે.
*(રમેશ પાંડેય, એમએસએમઇ મિનિસ્ટ્રી, ભારત સરકાર, નવી દિલ્હીમાં જોઇન્ટ ડેવલપમેન્ટ કમિશન તરીકે કાર્યરત છે. અહીં અભિવ્યકત બધા વિચારો તેમના ખાનગી છે અને વધારે સૂચના માટે કૃપા કરીને સંપર્ક કરોઃ (rameshpandeyifs@gmail.com)