બીમારી જણાવતાં જ મોબાઈલ દર્શાવશે સસ્તી દવાનું નામ, સરકાર લાવી રહી છે એપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ હવે સસ્તી દવાઓ માટે સરકાર એક ખાસ મોબાઈલ એપ લાવવા જઈ રહી છે. એપની ખાસિયત એ છે બીમારીનું નામ નાંખતા જ તમને આ બીમારીમાં ઉપયોગમાં લેવાનારી દવાઓ અને તેની કિંમતની જાણકારી મળી રહેશે. આ દવાઓ તમારા શહેરમાં ક્યા લોકેશન પર મળશે તેની ડિટેલ પણ હશે. આ નવી દવાની સેફ્ટી તથા ક્વોલિટીને લઈને તમામ ડિટેલ ઉપલબ્ધ હશે.
એપમાં કઈ સુવિધાઓ મળશે
- ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સની બોડી બીપીપીઆઈના સીઈઓ એમડી શ્રીકુમારે જણાવ્યું હતું કે, આ મોબાઈલ એપ પ્રધાનમંત્રી જનઔષધિ સ્કીમ અંતર્ગત ડેવલપ કરવામાં આવી રહી છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી એપની સર્વિસ શરૂ થઈ જશે. જેને કોઈપણ વ્યક્તિ તેના સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકે છે. સરકારની યોજના શક્ય તેટલાં વહેલાં દેશમાં તમામને શ્રેષ્ઠ ક્વોલિટીની સસ્તી દવા ઉપલબ્ધ કરાવવાની છે.

દવાની સાથે કિંમતની પણ જાણકારી
- એપ દ્વારા તમે અલગ-અલગ દવાઓ કે કોઈ ખાસ બીમારીમાં ઉપયોગમાં આવનારી દવાઓનું લિસ્ટ જોઈ શકો છે.
- એપ દ્વારા એક આઈકન દવાની કિંમત માટે પણ હશે, જ્યાં જઈને તમે કોઈ એક દવા કે તમામ દવાના ભાવ જાણી શકશો.
- જેનેરિક દવાઓની તુલનામાં બ્રાન્ડેડ દવાની કિંમત કેટલી છે તેની પણ ડિટેલ મળશે.
- એપ દ્વારા કઈ 20 જેનેરિવા દવાઓ સૌથી વધારે જાણીતી છે તે ખબર પડશે.
- કઈ દવા કઈ કંપનીમાં બને છે તેની પણ જાણકારી મળશે.
કઈ બીમારીમાં કઈ દવા લેશો
- એપની એક મોટી ખાસિયત એ છે કે તેમાં બીમારીના હિસાબે પણ દવાઓની જાણકારી મળશે.
- આ માટે મોબાઈલ એપ પર એક ઓપ્શન હશે, જ્યાં જઈને તમારે બીમારીનું નામ લખવું પડશે.
- જે બાદ બીમારીમાં ઉપયોગમાં લેવાનારી દવાઓનું લિસ્ટ તમને જોવા મળશે.
ક્યાં મળશે સસ્તી દવાઓ
- એપ દ્વારા નજીરમાં જેનેરિક દવાઓનો સ્ટોર ક્યા છે તેની માહિતી મળશે.
- જે માટે સૌથી પહેલા તમારે શહેર, એરિયા સિલેક્ટ કરવો પડશે. એરિયામાં વર્તમાન સ્ટોરનું એડ્રેસ જોવા મળશે.
- જેમાં સ્ટોરનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પણ જોવા મળશે, જેના પર તમારે સંપર્ક કરી શકશો.
જેનેરિક દવાની ક્વોલિટીની મળશે ડિટેલ
- જે દવા તમે લેવા જઈ રહ્યા છો તેમાં ક્યા સોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તમે જાણી શકશો.
- આ સોલ્ટવાળી અન્ય બીજી કઈ 5 બ્રાન્ડેડ દવાઓ માર્કેટમાં છે.
- જેનેરિક દવાની ક્વોલિટી બ્રાન્ડેડ દવાની ક્વોલિટી જેવી જ હોવી જોઈએ.
- આ દવાઓનો ક્યા દેશમાં ઉપયોગ થાય છે તેની જાણકારી પણ મળશે.
આગળની સ્લાઈડ્સમાં જાણો, કઈ ભાષાઓમાં હશે એપ...
અન્ય સમાચારો પણ છે...