ઇન્ટરનેટથી માત્ર 5 મિનિટમાં શરૂ કરો આ કામ, 3 STEPSમાં કરો કમાણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઇન્ટરનેટ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ઘણું મહત્ત્વપૂર્ણ છે. દિવસેને દિવસે સ્માર્ટફોનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં તમારી પાસે ઇન્ટરનેટ દ્વારા કમાણી કરવાની સારી એવી તક છે. ઘણા બધા એવા લોકો છે, જે શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર છે. એવા લોકો માટે ઇન્ટરનેટ એક સારો વિકલ્પ છે, જે માત્ર તમારા જ્ઞાનમાં જ વધારો નથી કરતું સાથે સાથે બીજાનું પણ જ્ઞાન વધારશે અને તમારા માટે કમાણીનું સાધન પણ બની શકે છે.

ઇન્ટરનેટથી રૂપિયા કમાવવાની આ રીત છે બ્લોગ લખવાની. બ્લોગ પર તમે સરળતાથી તમારા વિચાર, શાયરી, જોક્, કોઈ વસ્તુનો રિવ્યૂ, ફિલ્મ સમીક્ષા, ટિપ્સ, જનરલ નોલેજની વાતો અને કંઈપણ લખી શકો છો, જેમાં તમારો રસ હોય. તમને જણાવીએ કે, એક વખત તમારો બ્લોગ લોકો વાંચવાનું શરૂ કરી દેશે એટલે તમારી આવક શરૂ થઈ જશે.

તમે વિચારતા હશો કે આ કમાણી કેવી રીતે થશે. એ જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે, બ્લોગ કેવી રીતે બનાવશો. અમે તમને જણાવી રહ્યા છીએ કેવી રીતે માત્ર 5 મિનિટમાં 3 સ્ટેપ્સથી તમે બ્લોગિંગ શરૂ કરી શકો છો.

સ્ટેપ-1

ગૂગલના બ્લોગરની સાથે તમારું બ્લોગ બનાવવા માટે સૌથી પહેલા તમારી પાસે ગૂગલ મેલમાં ઈમેલ આઇડી બનાવેલું હોવું જરૂરી છે. જો તમારી પાસે જીમેલ આઇડી છે તો બ્લોગ બનાવવામાં 5 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગશે. તેના માટે એડ્રેસ બારમાં ટાઇપ કરો http://www.blogger.com/. એન્ટર કર્યા બાદ તમારી સામે એક વિન્ડો ખુલી જશે જેમાં તમારે તમારા ગૂગલ મેલ આઇડીની સાથે લોગિન કરવાનું રહેશે. લોગિન કરતા જ તમારી સામે એક વિન્ડો ખુલશે, જેમાં તમને ડાબી બાજુ ન્યૂ બ્લોગ (new blog)નો વિકલ્પ દેખાશે.

આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય સ્ટેપ્સ વિશે...
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.