તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીમંતો પર ટેક્સ છૂટ હટવાની તૈયારી, બજેટમાં ન વધ્યું રેલ ભાડુ, સપ્તાહના મોટા સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વિતેલા સપ્તાહે રેલ બજેટ, ઇકોનોમિક સર્વે અને જાટ આંદોલન સમચાર પ્રકાશમાં રહ્યા હતા. રેલ બજેટમાં ટ્રેનોનુ ભાડુ વધારવામાં આવ્યુ ન હતું.તેની સાથે જ જાટ આંદોલનથી ઇકોનોમિને હજ્જારો રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું. જાણો વિતેલા સપ્તાહના મોટા સમચાર વિશે...
રેલ બજેટ, પ્રભુએ ન વધાર્યું ભાડુ, સુવિધાઓ પર ફોકસ
રેલવે મંત્રી સુરેશ પ્રભુ હાલ સંસદમાં તેમનું બીજું રેલવે બજેટ રજૂ કર્યું હતું. સુરેશ પ્રભુએ સંસદમાં રજૂ કરેલા વર્ષ 2016 માટેના રેલવે બજેટમાં પ્રવાસ ભાડાં કે માલ ભાડામાં કોઇ વધારો જાહેર કર્યો નથી. જોકે, તેમણે માલ ભાડાની સમીક્ષા કરવાની વાત કરી છે. ઉપરાંત, ચાર નવી કેટેગરીની ટ્રેનો શરૂ કરવાની વાત કરી છે.
Economic Survey: 2016-17માં જીડીપી વૃદ્ધિ 7-7.75 ટકા રહેવાનું અનુમાન
સર્વે મુજબ દેશનું અર્થતંત્ર વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં 7 - 7.5 ટકા વિકાસ દર હાંસલ કરી શકાય છે પરંતુ વૈશ્વિક અસ્થિરતાના કારણે તેમાં ઘટાડાનો ખતરો પણ રહેશે. જ્યારે બે વર્ષમાં 8 ટકા કે તેથી પણ ઊંચા વિકાસદરની સંભાવના છે. સુધારાની ગતિ જાળવી રાખવા માટે સબસિડીમાં કાપ મૂકવો, જીએસટી લાગુ કરવા અને નાણાકીય લક્ષ્યોની મધ્યસત્ર સમીક્ષા થ‌વી જોઇએ, જેથી વધારાના ખર્ચ શક્ય બની શકે.

જાટ આંદોલનથી ઈકોનોમીને થયું 34 હજાર કરોડનું નુકસાન, હજુ આંકડો વધશે...

હરિયાણામાં જાટોના આંદોલને સમગ્ર ઉત્તર ભારતને નુકસાન પહોંચાડ્યું છે. જાટોના આંદોલનથી હરિયાણાના ગુડગાંવ, માનેસર, પાનીપત, કરનાલ, ફરિદાબાદ જેવા ઈન્ડસ્ટ્રીયલ હબમાં સપ્લાઈ સૌથી વધારે પ્રભાવિત થયો છે. ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ, જાટ આંદોલનથી હરિયાણા સહિત ઉત્તર ભારતના પંજાબ, દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોને 34,000 કરોડનું નુકસાન થયું છે..

http://money.divyabhaskar.co.in/news/BIZ-STA-HAR-jat-protests-economy-losses-rs-34-thousand-5256620-PHO.html
આગળની સ્લાઇડમાં વાંચો અન્ય અગત્યના સમાચાર
અન્ય સમાચારો પણ છે...