NBFC કંપનીઓનું રજીસ્ટ્રેશન બનશે સરળ, બે કટેગરીમાં કરી શકાશે એપ્લાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીની રજીસ્ટ્રેશન પ્રોસેસને સરળ કરી છે. આ અંતર્ગત હવે એનબીએફસી કંપની બે કેટેગરીમાં એપ્લાય કરી શકશે.
હવે 45 ડોકયુમેન્ટ લગાવવા નહિ પડે
આરબીઆઈએ પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે હવે નવા રજીસ્ટ્રેશન માટે કંપનીઓએ 45 ડોકયુમેન્ટ નહી લગાવવા પડે. કંપનીઓએ હવે માત્ર 7-8 ડોકયુમેન્ટ લગાવવાના રહેશે. હવે કંપનીઓએ પોતાની એપ્લિકેશન મુંબઈ સ્થિત આરબીઆઈના નોન બેન્કિંગ રેગ્યુલેશન ડિપાર્ટમેન્ટને મોકલવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...