તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીઃ ગોલ્ડ અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર ઇન્કમ ટેક્સ વિભાગની નજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ નોટબંધી લાગુ થયા પછી સરકારની નજર એવી કંપનીઓ પર છે જ્યાં બ્લેકમની વધારે ખપવાની શંકા છે. આને ધ્યાનમાં રાખીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવી કંપનીઓના રેકોર્ડ ચેક કરી રહી છે. ડિપાર્ટમેન્ટ આ માટે ગોલ્ડ લોન આપતી કંપનીઓ અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર પણ નજર રાખી રહ્યું છે. એ વાતની શંકા છે કે આ કંપનઓ મારફત પણ લોકો બ્લેકમની ખપાવી શકે છે.
કઇ વાતનો છે ડર
સૂત્રો પાસેથી મનીભાસ્કરને મળેલી જાણકારી અનુસાર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગોલ્ડ લોન અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પાસેથી ડિટેલ મંગાવી રહ્યું છે. તેમાં આ વાત ચેક કરવામાં આવી રહી છે કે જેમણે ગોલ્ડ લોન લીધી છે તેમણે એટલા પ્રમાણમાં સોનુ ગીરવે રાખ્યું છે કે કેમ. તે માટે ડિપાર્ટમેન્ટ આ વાતનો પતો લગાવી શકે છે કે લોકોએ આવકની સરખામણીમાં કેટલું સોનું મુક્યું છે. આ ઉપરાંત શું કંપનીઓ એકાઉન્ટ્સ ખોલવામાં કોઇ હેરાફેરી તો નથી કરી રહીને.
આ રીતે માઇક્રોફાઇનાન્સ કંપનીઓ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને લોન આપીને ઇએમઆઇ લે છે. તેથી એ વાતને પણ ચેક કરવામાં આવી રહી છે કે એકાઉન્ટ ખોલવામાં કોઇ વાતે ગરબડ તો નથી થતી ને. આ અંગે એક ફાઇનાન્સ કંપનીના અધિકારીએ મનીભાસ્કરને જણાવ્યું કે કંપની કેવાસી માનકોના આધાર પર લોન આપે છે. જે આરબીઆઇ દ્વારા બનાવવામાં આવી છે. તેથી નિયમોમાં કોઇ ગરબડ થઇ શકે એમ નથી.
આગળ વાંચો, બેન્ક અધિકારીઓની મિલીભગતની શંકા...
અન્ય સમાચારો પણ છે...