વીમા પોલિસીના પેપર ખોવાઇ જાય તો અપનાવો આ માર્ગ, આસાનીથી મળશે ક્લેઇમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વીમો ખરીદ્યા બાદ તેના દસ્તાવેજોને વર્ષો સુધી સંભાળીને રાખી મુકવો તે પણ એક અગત્યની જવાબદારી હોય છે. આવું એટલા માટે હોય છે કે આ જ દસ્તાવેજોથી તમને અથવા તમારા નોમિનીને વીમાનો ક્લેઇમ મળે છે. એવામાં તમારા દસ્તાવેજો ખોવાઇ જાય અથવા કોઇ પણ દુર્ઘટના, કુદરતી આફતને કારણે જો નષ્ટ થઇ જાય તો ક્યા માર્ગો અપનાવીને ક્લેઇમ લઇ શકાય છે. તેની જાણકારી આજે મનીભાસ્કર આજે આપને રહ્યુ છે. આવી સ્થિતિમાં ક્લેમ લેવાની પ્રક્રિયા જીવન વીમો, આરોગ્ય વીમાથી લઇને કાર વીમા માટે અલગ અલગ હોય છે.
જીવન વીમો
જીવન વીમી પાલિસીનો દસ્તાવેજ ખોવાઇ જવા પર તેની જાણ વીમો આપનારી કંપનીની નજીકની શાખામાં કરો. વીમા કંપની ડુપ્લીકેટ પોલિસી દસ્તાવેજ જારી કરવા માટે તમને એક ફોર્મ આપશે. આ ફોર્મમાં પોલિસી ધારક સાથે સંકળાયેલી તમામ જાણકારીઓ હશે. અનેક કંપનીઓ તેની સાથે નોટરી પાસે પોલિસી ખોવાઇ જવા વિશે એફિડેવિટ જમા કરાવવા માટે કહે છે. એક આઇડી પ્રૂફ જેમ કે પેન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટમાંથી કોઇ પણ એક અને નિવાસ પ્રુફ જેમ કે ટેલિફોન બિલ, બેન્ક સ્ટેટમેન્ટ, વીજળી બિલ, રેશન કાર્ડ વગેરેમાંથી કોઇ એકની ફોટો કોપી સાથે સાથે લગાવવાની હોય છે. તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ વીમા કંપની પોલિસીની ડુપ્લીકેટ પોલિસી પેપર જારી કરી દેશે.
આરોગ્ય વીમા કાર્ડ
ડિજિટલાઇઝેશનના આ યુગમાં આરોગ્ય વીમા કાર્ડ ખોવાઇ જવા પર વધુ ચિંતા કરવાની જરૂર હોતી નથી. જો તમારું આરોગ્ય વીમા કાર્ડ ખોવાઇ જાય તો તમને તેની જાણ વીમા પોલિસી જારી કરનાર કંપનીને મેઇલ અથવા કાર્ડ રિપ્લેસમેન્ટને ઓનલાઇન ભરીને કરી શકો છો. કંપની તમારી માહિતીના આધારે ડુપ્લીકેટ આરોગ્ય વીમા કાર્ડ જારી કરશે.
આગળની સ્લાઇડમાં જાણો પોલિસી પેપર ખોવાઇ ગયા બાદ જ કેમ નહી થાય ટેન્શન...
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે