તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકો હવે મોબાઈલમાં પાસબુક અપલોડ કરી શકશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિંયાએ ગ્રાહકોની સુવિધા વધારવાના એક ભાગરૂપે સોમવેર ડિઝીટલ બેન્કિંગ ઈન્ડિંયા ઈનીશિએટીવ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત ગ્રાહકો મોબાઈલ ફોન પાસ બુક એપ્લિકેશન, એસએમએસ આધારિત એપ્લિકેશન તથા વિવિધ વેલ્યું એડેડ સર્વિસનો લાભ લઈ શકશે.
ફન્ડને પણ ટ્રાન્સફર કરી શકાશે
તાત્કાલિક પેમેન્ટ સર્વિસથી ગ્રાહકો તેઓના નાણાની ચુકવણી ગણતરીની સેકન્ડોમાં કરી શકશે. આ સુવિધા બ્રાન્ચ પર ઉપલબ્ધ નથી. ગ્રાહકો આ સુવિધાનો લાભ કોર બેન્કિંગ પ્લેટફોર્મ પરથી મેળવી શકશે. જોકે આ સુવિધાને કારણે કોરપોરેટ કસ્ટમર્સને ખુબ જ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, આ સુવિધાના કારણે ગ્રાહકો તેમને ચુકવવાની નીકળતી રકમની ચુકવણી ગમે તે સમયે કરી શકશે. આ માટેની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
મિસ્કોલ દ્વારા એકાઉન્ટની જાણકારી મેળવી શકાશે
પબ્લિક સેકટર બેન્ક દ્વારા એસએમએસ આઘારિત સુવિઘા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડને બંઘ કરાવી શકે છે. આ સિવાય માત્ર એક એસએમએસ દ્વારા ગ્રાહકો તેઓના ખાતા અંગેની જાણકારી મેળવી શકશે. બેન્ક દ્વારા આ માટે એક નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે. આ નંબરના ઉપયોગ દ્વારા પણ ગ્રાહકો તેમના એકાઉન્ટની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. ચેરમેન તથા મેનેજિંગ ડાયરેકટર અરુણ તિવારીએ જણાવ્યું છે કે, આ સુવિધા માટેનું તમામ કામ-કાજ પુરું કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...