સોનાએ ફાઇનાન્સ કંપનીઓના ડિફોલ્ટરની સંખ્યા વધારી, હવે લીલામીમાં ખરીદો સસ્તું સોનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સોનાના ઘટતા ભાવના કારણે સોના ઉપર લોન આપનાર કંપનીઓના ડિફોલ્ટરની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે હવે કંપનીઓને વારંવાર જ્વેલરી લીલામી કરવી પડી રહી છે. એવામાં એક બાજુ કંપનીઓની એનપીઓમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ તમારા માટે સસ્તામાં સોનું ખરીદવાની તક પણ છે.

મુત્થૂટ ફિનકોર્પ ઓગસ્ટમાં કરશે જ્વેલરીની લીલામી

દેશની મુખ્ય ગોલ્ડ ફાઇનાન્સ કંપની મુત્થૂટ ફિનકોર્પ 10 ઓગ્સટથી લઇને 13 ઓગસ્ટ સુધી ગોલ્ડ જ્વેલરીની લીલામા કરવા જઈ રહી છે. કંપની આ લીલામી દિલ્હીમાં 90 કરતાં વધુ શાખાઓ પર કરશે. આ પહેલા મન્નપુરમ ફાઇનાન્સ કંપનીએ 23 જુલાઈના રોજ લીલામીની જાહેરાત કરી હતી. આ પહેલા મુત્થૂટ અને મન્નાપુરમ ફાઇનાન્સ કંપનીઓ ફેબ્રુઆરી અને મે મહિનામાં આ વર્ષે લીલામી કરી ચૂક્યા છે. વારંવાર લીલામા હોવાનું એક મુખ્ય કારણ કંપનીઓ દ્વારા આપવામાં આવેલ લોનના ડિફોલ્ટરની સંખ્યા વધવાનું છે.

સોનાના ઘટતા ભાવથી કંપનીઓ પર દબાણ વધ્યું

મુથૂટ ફિનકોર્પના એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે, સોનાના ઘટતા ભાવને લઇને અમે ચિંતિત છીએ. અમે અમારા ગ્રાહકને વિનંતી કરવાનું શરૂ કરી દીધું છે કે, તેઓ સમય પર લોનનો હપ્તો ચૂકવી દે જેથી કરીને જોખમથી બચી શકાય. ઉપરાં, મુથૂટ ફાઇનાન્સની તમામ શાખાઓને આદેશ આપવામાં આવ્યા છે કે, ગ્રાહક પાસેથી કલેક્શન અને ઇન્સોટલમેન્ટ સિસ્ટમને વધુ મજબૂત કરે. અધિકારી અનુસાર જ્યારે ગ્રાહકોને વારંવાર સૂચના આપવા છતા લોન નથી ચૂકવતા, ત્યાર બાદ આરબીઆઇના નિયમ અનુસાર લીલામી કરવામાં આવે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...લીલામીમાં ભાગ લેવા માટે ક્યા ડોક્યૂમેન્ટ્સની જરૂરત પડશે....
અન્ય સમાચારો પણ છે...