બેન્ક પાસેથી મળી જશે 10 સેકંડમાં લોન, જાણો કઇ વાતોનું રાખવું પડશે ધ્યાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ હાલમાં જ પ્રાયવેટ સેકટરની બીજા સૌથી મોટી બેન્ક એચડીએફસીએ ફક્ત 10 સેકંડમાં જ પેપરલેસ લોન આપવાની ઘોષણા કરી હતી. સાંભળવામાં તો આકર્ષક લાગે કે બેન્ક ફક્ત 10 સેકન્ડમાં જ લોન આપશે. જો તમે પણ આ પ્રકારની લોન લેવાની તૈયારી કરી રહ્યા હોય તો અમે તમને લોન લેતી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તે બતાવીએ છીએ.
બેન્ક કેવી રીતે આપે છે 10 સેકન્ડમાં લોન

બેન્ક 10 સેકન્ડમાં લોન ઉપલબ્ધ કરાવવા માટે ડિજીટલ બેન્કિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ડિજીટલ પ્લેટફોર્મ તેને કહેવાય કે બેન્ક કસ્ટમર વિશે દરેક જાણકારી બહુ જ ઓછા સમયમાં પ્રાપ્ત કરી લે છે. ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા બેન્ક કસ્ટમરનો કેવાયસી જાણવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. તેની સાથે જ કસ્ટમરના વ્યવહારનો રેકોર્ડ જાણવા માટે સિબિલ સ્કોરનો સહારો લે છે. આવી રીતે બેન્ક પોતાના કસ્ટમર વિશે દરેક જાણકારી ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા ઓછા સમયમાં એકત્ર કરીને 10 સેકન્ડમાં કસ્ટમરને પેપરલેસ પર્સનલ લોન ઉપલબ્ધ કરાવી દે છે.
કેવી રીતે કરશો અરજી
ફક્ત એચડીએફસી બેન્ક જ હાલમાં પર્સનલ લોન ઉપલબ્ધ કરાવે છે. જો તમે 10 સેકન્ડમાં લોન મેળવવા ઇચ્છતા હોય તો તમારુ એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ હોવું જોઇએ. જો તમારુ પહેલેથી બેન્કમાં એકાઉન્ટ હોય તો નેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ દ્વારા ઓનલાઇન અરજી કરવી પડશે. ત્યાર બાદ તમારા નાણાંકીય રેકોર્ડને જોતા લોનની રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.
આગળની સ્લાઇડમાં જાણો બેન્ક કઇ લોન આપે છે ફક્ત 10 સેકન્ડમાં...
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે