એકથી વધારે PF એકાઉન્ટને આ રીતે કરો મર્જ, ઝડપથી વધશે નાણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમારું એક કરતા વધારે પીએફ એકાઉન્ટસ હોય તકો તમે તેને હાલના એક્ટિવ યુનિવર્સલ એકાઉન્ટથી લિન્ક કરાવી શકો છો. તેનાથી તમારા જૂના બધા પીએફ એકાઉન્ટસ હાલના એક્ટિવ એકાઉન્ટસ સાથે મર્જ થઇ જશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને વન એમ્પ્લોઇ વન ઇપીએફ એકાઉન્ટ હેઠળ આ સુવિધા શરૂ કરી છે. ઇપીએફઓની આ પહેલ અનુસાર જો કોઇના 10 પીએફ એકાઉન્ટ હોય તો પણ તે બધા એકાઉન્ટસ એક્ટિવ UAN સાથે લિન્ક કરી શકાશે.   - નવી ફેસેલિટીનો ફાયદો લેવા માટે મેમ્બર્સે પોતાનું યૂએએન એક્ટિવેટ કરાવવું પડશે. આ યૂએએન આધાર અને બેન્ક એકાઉન્ટની સાથે લિંક કરાવવું પડશે.  - તેના દ્ધારા એવા મેમ્બર્સ જેમણે યૂએએન એક્ટિવેશન નથી કર્યું તે પણ ઓનલાઇન ટ્રાન્સફર ક્લેમ કરી શકશે.  

કેવી રીતે કરશો લિન્ક
 
તમારે તે માટે ઇપીએફઓની વેબસાઇટ પર જવું પડશે
- વેબસાઇટ પર ઓવર સર્વિસીસ વિન્ડોમાં ફોર એમ્પ્લોઇઝ ઓપ્શન દેખાશે.
- ફોર એમ્પ્લોઇઝ ક્લિક કરવાથી સર્વિસીસ હેઠળ તમને એમ્પ્લોઇ વન ઇપીએફ એકાઉન્ટ દેખાશે.
- વન એમ્પ્લોઇ વન ઇપીએફ એકાઉન્ટ પર ક્લિક કરવાથી મલ્ટિપલ પીએફ એકાઉન્ટને કોન્સોલિડેટ કરવાનો વિન્ડો ખુલશે.
- અહીં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર એન્ટર કરવાનો રહેશે.
- તે પછી તમારે તમારા એક્ટિવેટિડ યુએએન નંબરને એન્ટર કરવાનો રહેશે.
- તે પછી તમારા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.
- ઓટીપી એન્ટર કર્યા પછી તમારા તરફથી પ્રક્રિયા પૂરી થઇ જશે.
- હવે આગળનું કામ ઇપીએફઓ કરશે.
 

આગળ વાંચો... તેજીથી વધશે તમારા નાણાં

અન્ય સમાચારો પણ છે...