તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઉનશિપ પ્રોજેક્ટ્સના આવશે દિવસો, 100 થી 300 એકરમાં બનશે નવી કોલોનીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ ફરી એકવાર રિયલ એસ્ટેટ સેકટરમાં ટાઉનશિપ પ્રોજેકટ્સના દિવસો પાછા ફરી રહ્યા છે. ઘણાં મોટા બિલ્ડર્સ 100 થી 300 એકરમાં ફેલાયેલી ટાઉનશિપ પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી ચૂકયા છે. તો ઘણાં ડેવલપર્સ આની તૈયારી કરી રહ્યા છે. ડેવલપર્સનું કહેવું છે કે હાઇરાઇઝ એપાર્ટમેન્ટ ધરાવતા નાના-નાના પ્રોજેક્ટ્સની સરખામણીમાં નાના પ્રોજેક્ટસ ટાઉનશિપ પ્રોજેક્ટ્સના ઘણાં ફાયદા છે. તો માર્કેટમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. જેથી આવનારા દિવસોમાં ટાઉનશિપ પ્રોજેકટ્સની સંખ્યા વધી શકે છે.
આ ડેવલપર્સ કરશે ટાઉનશિપ પ્રોજેક્ટ પર ફોકસ
હાલમાં જ ગોદરેજ પ્રોપર્ટી લિમિટેડે ગ્રેટર નોઇડા અને બેંગલુરૂમાં 100-100 એકરમાં ટાઉનશિપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જયારે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઇએલ) એ વિરાર મુબઇમાં 550 એકરમાં એક ટાઉનશિપ બનાવવાની જાહેરાત કરી છે. કંપની આના માટે ચીનની એક રિયલ એસ્ટેટ કંપનીના સંપર્કમાં છે અને માનવામાં આવી રહ્યું છે કે બન્ને મળીને ટાઉનશીપ તૈયાર કરશે. ટાટા હાઉસિંગ પણ કોલકાતામાં અલીપોરની પાસે એક ટાઉનશીપ તૈયાર કરશે. અદાણી રિયલ્ટી પણ ટાઉનશીપ પ્રોજેક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
કેમ છે ફાયદાકારક
ઓપી જિંદાલ ગ્રુપની કંપની જિંદાલ રિયલ્ટી દ્ધારા હરિયાણાના સોનીપત અને કુરૂક્ષેત્રમાં બે ટાઉનશીપ બનાવાઇ રહી છે. જિંદાલ રિયલ્ટીના ગૌરવ જૈને જણાવ્યું કે ટાઉનશિપ પ્રોજેક્ટનો ફાયદો એ છે કે અહીં નાનાથી મોટા પ્લોટ વેચી શકાય છે. સાથે જ ચાર-ચાર માળના એપાર્ટમેન્ટ્સ તૈયાર થઇ રહ્યા છે. એવામાં કમ્પ્લેશન જેવી સમસ્યા નથી સર્જાતી.પ્લોટ વેચવાથી તરત રોકડ મળી જાય છે જે અન્ય પ્રોજેકટ્સમાં લગાવી શકાય છે.
અગાઉ પણ બનતા હતા ટાઉનશિપ પ્રોજેક્ટ
એવુ નથી કે ટાઉનશિપ પ્રોજેક્ટ્સ પ્રથમવાર બની રહ્યા છે અગાઉ પણ આવા પ્રોજેક્ટસ લોન્ચ થતા હતા. સરકાર પ્રાઇવેટ ડેવલપર્સ પાસે ટાઉનશીપ પ્રોજેકટ્સ બનાવતી આવી છે. આ સિલસિલો કેટલાક વર્ષ પહેલા ઘટયો છે. ખાસકરીને 2008 પછી નાના અને એપાર્ટમેન્ટ પ્રોજેક્ટમાં ડેવલપર્સને નફો ઓછો દેખાયો તો આ પ્રોજેકટ્સ ઘટી ગયા.
આગળની સ્લાઇડમાં વાંચો સરકાર કેવી રીતે આપી રહી છે પ્રોત્સાહન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો