તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • India Will Become The First Country Who Will Launch Multi Purpose Card For The Nation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટ્રો, બસ દરેક ટ્રાન્સોપર્ટમાં ઉપયોગ થશે એક Cardનો, ભાત લાવશે વિશ્વનું પ્રથમ કાર્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ હવે તમને મેટ્રો, બસ અથવા ભારતમાં કોઈપણ પ્રકારના ટ્રાન્સપોર્ટ માટે અલગ અલગ કાર્ડ નહીં રાખવા પડે. ભારત વિશ્વમાં પ્રથમ એવું કાર્ડ ઓક્ટોબરમાં લોન્ચ કરવા જઈ રહી છે જે દરેક ટ્રાન્સપોર્ટ માટે એક જ હશે. આ કાર્ડનો ઉપયોગ તમે ટ્રાન્સપોર્ટની સાથે સાથે ખરીદીમાં પણ ઉપયોગ કરી શકસો. આ કાર્ડના ખાસિયત એ હશે કે તેનો ઉપયોગ સમગ્ર ભારતમાં કરી શકાશે. અત્યાર સુધી આ પ્રકારના ફીચર્સ ધરાવતું કાર્ડ કોઈપણ દેશમાં ઉપયોગમાં લેવામાં નથી આવતું.

ઓક્ટોબરમાં થશે લોન્ચ

આ કાર્ડને ડેવલપ કરવાની જવાબદારી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને સી ડેકને શહેરી વિકાસ મંત્રાલયે આપી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન તરફથી ભાસ્કરને મળેલી જાણકારી અનુસાર સ્માર્ટ નેશનલ કોમન મોબિલિટી કાર્ડને ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે. તેના માટે તમામ પ્રકારની ટેસ્ટિંગ હાલમાં ચાલુ છે.

આ કાર્ડની ખાસિયત

- તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ માટે એક જ સ્માર્ટ કાર્ડ હશે.
- સમગ્ર દેશમાં ઉપયોગ કરી શકાશે કાર્ડનો.
- મેટ્રો, બસ સહિત અન્ય ટ્રાન્સપોર્ટ સેવામાં થશે ઉપયોગ.
- ડેબિટ કાર્ડના ફીચર્સ પણ મળસે તેમાં.
- કાર્ડથી ખરીદી પણ કરી શકાશે.
- સાપ્તાહિક, માસિક અને ડેઈલી પાસ તરીકે પણ ઉપયોગ કરી શકાશે.
- યૂઝર્સને પોતાની અલગ અલગ જરૂરિયાત માટે અલગ અલગ કાર્ડ નહીં રાખવું પડે. બધા માટે એક જ કાર્ડ હશે.

વિશ્વમાં પ્રથમ હશે આવું કાર્ડ

- સ્માર્ટ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ કાર્ડ હશે, જે સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટની સાથે સાથે બેન્કિંગ યૂઝ માટે પણ ઉપયોગ કરી શકાશે.
- હાલમાં માત્ર સિંગાપોરમાં આ પ્રકારનું કાર્ડ ચાલે છે, પરંતુ તે પણ એક મર્યાદિત વિસ્તારમાં જ કાર્યરત છે, સમગ્ર દેશમાં માટે માન્ય નથી.
- ઈએમપી ઓપન લુપ કાર્ડ ટેક્નોલોજીનો ઉપયોગ થશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એનપીસીઆઈની આ છે તૈયારી....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો