કરોડો તો દુર લાખો પણ નથી ચુકવી રહ્યાં અનિલ અંબાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 45 હજાર કરોડ રૂપિયાથી વધુના દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. અત્યાર સુધી અંબાણી ઘણી બેન્કોનું કરોડો અને અબજોનું દેવ ચુકવવામાં નાકામ રહ્યાં હતા. જોકે હાલ તેમના માટે લાખો રૂપિયા ચુકવવા પણ મુશ્કેલ થઈ રહ્યાં છે. આવા મામલામાં એક કંપની લાખો રૂપિયાના ચુકવણાને લઈને તેમની પાછળ પડી ગઈ છે અને અંબાણીની પ્રમુખ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ને દેવાદાર જાહેર કરવા માટે અરજી કરી છે.
 

આ કંપનીનું છે 45 લાખનું દેવું
 
આ પીઆર કંપની ફોરચ્યુના પબ્લિક રિલેશન્સ(પીઆર) સાથે જોડાયેલો મામલો છે, જેણે તેના 45 લાખ રૂપિયાના દેવાને લઈને અંબાણીની કંપની આરકોમને દેવાદાર જાહેર કરવાની માંગ કરી છે. પીઆર કંપનીએ નુકશાનીમાં ચાલી રહેલી આરકોમને ડિફોલ્ટર જાહેર કરવાની માંગ કરી છે. ફોરચ્યુને સોમવારે આ સંબધમાં એનસીએલટીની મુંબઈ બેંચની સામે પોતાની ડિમાન્ડ રાખતા જણાવ્યું છે કે આરકોમે તેને 43 લાખ રૂપિયા આપવાના નીકળે છે. એનસીએલટી આ મામલાની સુનાવણી 19 ડિસેમ્બરે કરશે.
 

આગળ વાંચો...

અન્ય સમાચારો પણ છે...