તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ ઓફિસનું થશે મેકઓવર, તમને પૂછશે કેવી છે અમારી સેવાઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ પોતાની દેશભરમાં આવેલી 1.55 લાખથી વધારે પોસ્ટ ઓફિસનું મેકઓવર કરવા જઈ રહી છે. તેના માટે તે પોતાના ગ્રાહકો પાસે જ સર્વે કરાવશે. જેના દ્વારા તે પોતાની સેવાની ગુણવત્તાને વધારે સારી કરવામાં તૈયારીમાં છે. સાથે જ અનેક નવી સેવા પણ શરૂ કરશે.

પ્રોફેશનલ્સ દ્વારા થશે માર્કેટ રિસર્ચ અને સર્વે

ભાસ્કરને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી મળેલી જાણકારી અનુસાર મેકઓવર માટે ડિપાર્ટમેન્ટ એક પ્રોફેસનલ કંપનીની નિમણૂક કરવા જઈ રહી છે. જે પોસ્ટ ઓફિસની સેવાને લઈને ગ્રાહકોની પ્રતિક્રિયા જાણશે. સાથે જ તે કંપની માર્કેટ રિસર્ચ પણ કરશે કે બદલાતા સમયમાં કેવી રીતે નવી સેવા પોસ્ટ ઓફિસે શરૂ કરવી જોઈએ. ડિપાર્ટમેન્ટે કંપનીની નિમણૂક કરવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે.

આ નવી સેવા પર છે ઇન્ડિયા પોસ્ટનું ફોકસ

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી મળેલી જાણકારી અનુસાર મે મહિનામાં નવા નાણાંકીય વર્ષ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ઈ-કોમર્સ સેગમેન્ટ અને આઈટી અપગ્રેડેશન પર સૌથી વધારે ફોકસ કરવાનો એજન્ડા નક્કી થયો હતો. અધિકારી અનુસાર ઈ-કોમર્સ સેગમેન્ટના બિઝનેસમાં ચાલુ વર્ષે 80 ટકાનો ઉછાળો નોંધાયો છે. જેમાં એકલા કેશ ઓન ડિલિવરી દ્વારા વર્ષ 2015-16માં 1300 કરોડ રૂપિયાની વિભાગને આવક થઈ છે. જે 2014-15માં માત્ર 500 કરોડ રૂપિયા હતી. તેવી જ રીતે હવે પછીનું ફોકસ આઈટી અપગ્રેડેશન પર છે, જે અંતર્ગત અત્યાર સુધી 22 હજાર પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગ સોલ્યૂશન સાથે જોડાવી દેવામાં આવી છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...ઇન્ડિયા પોસ્ટને પોતાની જ પોસ્ટલ બૈંકથી પડકાર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો