પોસ્ટલ બેંકનીસાથે ટાઈઅપ માટે 50 બેંક લાઈનમાં, જાણો શું થશે ફાયદો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ આવતા વર્ષથી શરૂ થઈ રહેલ પોસ્ટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે ટાઈ અપ કરવા માટે 50થી વધારે બેંક લાઈનમાં છે. આ બેંક પોસ્ટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે ટાઈ અપ કરીનેપોતાની સેવા ગામે ગામ સુધી પહોંચાડવા માગે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટને આરબીઆઈએ પેમેન્ટ બેંક તરીકે લાઈસન્સ આપ્યું છે. જે અંતર્ગત તે માત્ર ડિપોઝિટ લઈ શકે છે, ઉપરાંત આ બેંક થર્ડ પાર્ટી દ્વારા પણ પોતાની સેવા આપી શકશે.

ગામે ગામ સુધી પહોંચવા માગે છે વિદેશી બેંક

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના એક વરિષ્ઠ અધિકારી અનુસાર પોસ્ટલ બેંકની સાથે ટાઈઅપ માટે 50 જેટલી દેશ-વિદેશની બેંકોએ અરજી કરી છે. તેમાં બ્રિટેનની બાર્કલેઝ, જર્મનીની ડ્યૂશ બેંક અને અમેરિકાની સિટી બેંક જેવી વિદેશી બેંક પણ સામેલ છે. ઉપરાંત દેશની મુખ્ય પ્રાઈવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર બેંક પણ પોસ્ટલ બેંકની સાથે ટાઈઅપ કરવા માગે છે. અધિકારી અનુસાર તેના દ્વારા બેંક પોતાની રિટેલ સેવાને દેશના દરેક ખૂણે સુધી પહોંચાડવા માગે છે. જેમાં ઇન્ડિયા પોસ્ટની 1.55 લાખ પોસ્ટ ઓફિસનું નેટવર્ક તેને ફાયદો પહોંચાડી શકે છે.

કેવી રીતે આપશે સેવા

પોસ્ટ ઓફિસ દ્વારા બેંકોનું ફોકસ પોતાની રિટેલ સેવાના એક્સપેંશન પર રહેશે. જેમાં એકાઉન્ટ ઓપન કરાવવાથી લઇને ઈએમઆઈ ડિડક્શન, ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ, મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ, પેમેન્ટ સર્વિસી વગેરે આપવાની યોજના છે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તેના માટે ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરશે.

સપ્ટેમ્બર 2017 સુધી 630 બ્રાન્ચ ખોલવાની તૈયારી

સરકારની યોજના છે કે સપ્ટેમ્બર 2017 સુધી પોસ્ટલ બેંકની 630 બ્રાન્ચ ખોલવામાં આવશે. જેના દ્વારા થર્ડ પાર્ટી સેવા આપી શકાશે. તેના માટે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દેશભરમાં પોતાની હાલના કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવા જઈ રહી છે. સાથે જ પેમેન્ટ હેન્ડલ કરનારા ડિવાઈસ પણ ડિસ્ટ્રિબ્યૂટ કરશે. ડિપાર્ટમેન્ટની તૈયારી છે કે બેંક શરૂ થતા પહેલા જ તે પોતાના ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કને પહેલેથી જ તૈયાર કરી લે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો....24 કલાક સેવા માટે શું છે યોજના....
અન્ય સમાચારો પણ છે...