તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ ડિફોલ્ટર્સના PAN થશે બ્લોક, નહીં મળે લોન અને સબસિડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ વિલફુલ ટેક્સ ડિફોલ્ટર્સ પર અંકુશ લાવવા માટે ઇનકમ ટેક્સ વિભાગે તેમના પાન નંબર બ્લોક કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત ડિફોલ્ટર્સને એલપીજી સબસિડી પણ કેન્સલ કરવામાં આવશે. સાથે જ એ પ્રયત્ન પણ રહેશે કે આવા ડિફોલ્ટર્સને બેંક તરફથી લોન ન મળે.

- મોટા પાયે થતી ટેક્સ ચોરી પર નિયંત્રણ લાવવા માટે ઇનકમ ટેક્સ વિભાગે ચાલુ નાણાંકીય વર્ષમાં આ પ્રકારના ઘણાં નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે.
- વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રેટેજી પેપર અનુસાર ઇનકમ ટેક્સ વિભાગ પાન કાર્ડને એવી રીતે બ્લોક કરશે કે એ ડિફોલ્ટર્સને કોઈપણ સરકારી બેંક તરફથી લોન અથવા ઓવરડ્રાફ્ટની સુવિધા ન મળે.
- ડિફોલ્ટર્સ જો લોન મળે તો પણ તે નોન પરફોર્મિંગ એસેટમાં ફેરવાઈ જશે.

ડિફોલ્ટર્સ નહીં કરાવી શકે પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન

- ઇનકમ ટેક્સ વિભાગે એ પણ પ્રસ્તાવ રાખ્યો છે કે આવા બ્લોક કરવામાં આવેલ પાનની ઓળક રજિસ્ટ્રાર ઓફ પ્રોપર્ટીઝને સર્ક્યુલેટ કરી વિનંતી કરવામાં આવશે કે જ્યાં આ પ્રકારના પાન કાર્ડનો કેસ આવે ત્યાં અચલ સંપત્તિનાં રજિસ્ટ્રેશનને મંજૂરી આપવામાં ન આવે.
- સ્ટ્રેટેજી પેપરમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીને એલપીજી સબસિડી જેવી સુવિધા પરત લેવાનું સૂચન થઈ શકે છે. એલપીજી સબસિડી ડિફોલ્ટર્સના બેંક ખાતામાં સીધી જમા થાય છે. આ નિર્ણય ડિફોલ્ટર્સને હતોત્સાહિત કરવાનું કામ કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો