તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલી સેલેરીમાંથી બનાવો 1 લાખનું ફન્ડ, આ છે બેસ્ટ ઓપ્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ નોકરી લાગતા જ કોઈ ઈચ્છે કે ઝડપથી તેની પાસે 1 લાખ રૂપિયાનું ફન્ડ થઈ જાય તો તેની પાસે ત્રણ વિકલ્પ છે. આ વિકલ્પોમાં તે 2થી લઈને 5 વર્ષની અંદર 1 લાખ રૂપિયાનું ફન્ડ તૈયાર કરી શકે છે. તેમાં જયાં પોસ્ટ ઓફિસમાં 1400 રૂપિયા મહિનાથી રોકાણ શરૂ કરવાનું રહેશે, જયારે બેન્કમાં 1900 રૂપિયાથી રોકાણ શરૂ કરીને 1 લાખ રૂપિયાનું ફન્ડ તૈયાર થઈ જશે. જોકે કોઈ ઈચ્છે તો આના કરતા પણ ઓછા રોકાણમાં તેની પાસે 1 લાખ રૂપિયાનું ફન્ડ તૈયાર થઈ જાય, તો તેનાથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનું રહેશે. અહીં 1200 રૂપિયા મહીનાના રોકાણથી ફન્ડ તૈયાર થઈ જશે.
 

પોસ્ટ ઓફિસમાં 5 વર્ષથી ઓછાની નથી થતી આરડી
 
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ માટે જ આરડી હોય છે. આ કારણે અહીં ઓછામાં ઓછું 5 વર્ષ માટે રોકાણ કરવાનું રહેશે. હાલ 5 વર્ષની આરડી પર પોસ્ટ ઓફિસ 7.1 ટકાનું વ્યાજ આપી રહી છે. જો કોઈ અહીં 1 લાખ રૂપિયાનું ફન્ડ તૈયાર કરવા માંગે છે તો આ પ્રકારની યોજના બની શકે છે.
 

પોસ્ટ ઓફિસમાં રોકાણની યોજના
 
- 1400 રૂપિયા મહીનાથી શરૂ કરવામાં આવે રોકાણ
- 5 વર્ષ સુધી ચલાવવાનું રહેશે રોકાણ
- હાલ વ્યાજ દર છે 7.1 ટકા
- 1 લાખ રૂપિયાનું તૈયાર થઈ જશે ફન્ડ
 

આગળ વાંચો, એસબીઆઈ કઈ રીતે 1900 રૂપિયાના રોકાણથી તૈયાર થશે 1 લાખનું ફન્ડ...

અન્ય સમાચારો પણ છે...