તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન, LICના નામે આ રીતે થઈ રહ્યું છે ફ્રોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ સરકારે અન્ય સેવાઓની જેમ ઈન્શ્યોરન્સ પોલિસીને પણ આધાર સાથે જોડવાનું જરૂરી કરી દીધું છે. જોકે આ યોજનાનો કેટલાક ખોટા લોકો ફાયદો ઉઠાવવા માંગી રહ્યા છે. તે વીમા કંપનીઓના નામ પર લોકોને એસએમએસ મોકલી રહ્યાં છે અને તેમની પાસેથી આધારની માહિતી માંગી રહ્યાં છે. જે લોકો આ એસએમએસનો જવાબ આપી રહ્યાં તેમની વીમા અને આધારની જાણકારી ખોટા લોકો પાસે જઈ રહી છે.
 

આખરે LICએ કેમ ઈસ્યું કરી ચેતવણી
 
એલઆઈસીએ તેમના પોલિસીધારકોને સાવધાન કરતા કહ્યું છે કે તે કોઈને આધારની જાણકારી ન આપે. એલઆઈસીનું કહેવું છે કે, તેની એવી જાણકારી મળી છે કે વીમાની સાથે આધારને લીન્ક કરાવવાના નામ પર એસએમએસના માધ્યમથી આધારની જાણકારી માગવામાં આવે છે. જયારે કંપનીએ ન તો તેમા પોલીસીહોલ્ડર્સ પાસે આવી જાણકારી માંગી છે ન તો કોઈ આવી સિસ્ટમ બનાવી છે. એલઆઈસીનું કહેવું છે કે તેને જાણવા મળ્યું છે કે સોશિયલ મિડિયામાં આવી વાતો ચાલી રહી છે. જેમાં એલઆઈસીનું નામ અને તેના લોકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં વીમા પોલિસીને આધાર સાથે લીન્ક કરાવવા માટે એસએમએસ પર જાણકારી માગવામાં આવી રહી છે. દેશની સૌથી મોટી વીમા કંપનીનું કહેવું છે કે એલઆઈસી આવા પ્રકારના મેસેજ કોઈને પણ મોકલી રહી નથી. આ સિવાય આ પ્રકારની કોઈ પણ ઓનલાઈન સુવિધા તૈયાર કરવામાં આવી નથી.
 

આગળ વાંચો, વીમાને આધાર સાથે લીન્ક કરાવાનો શું છે આદેશ...

અન્ય સમાચારો પણ છે...