તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇપીએફ પેન્શનર્સને મળી શકે છે ફ્રી મેડિકલ સુવિધા, 50 લાખ પેન્શનર્સને થશે ફાયદો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે સારા સામાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) પોતાના પેન્શન ધારકોને મફતમાં મેડિકલ ફેસિલિટી આપી શકે છે. ઇપીએફઓ પોતાની પેન્શન સ્કીમ હેઠળ બેનિફીટ વધારવા અને સભ્યોને રીટાયર્મેન્ટ પછી ટેકો મળી રહે તો માટે આ યોજના બનાવી રહ્યું છે. ઇપીએફઓના પગલાથી તેના 50 લાખ પેન્શનર્સને ફાયદો થશે. પેન્શનર્સને મેડિકલ ફેસિલિટી એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએઆઇસી) મારફત આપશે.
પ્રસ્તાવ પર વિચાર કરશે ઇપીએફઓ
સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ડૉ. વી પી જોયે moneybhaskar.comને જણાવ્યું પેન્શનર્સને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેનો પ્રસ્તાવ વિચારણામાં છે. અમારે તેનો નિર્ણય કરતા પહેલા પ્રસ્તાવ પર કાયદાકીય અને નાણાકીય વિચાર કરવો પડશે. ઇપીએફઓની પેન્શન એન્ડ ઇડીએલઆઇ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી પહેલાથી ભલામણ આપી ચૂકી છે કે પેન્શનર્સને મેડિકલ બેનિફિટ મળવો જોઇએ. ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એમ્પ્લોઇ ડિપોઝિટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ પેન્શનર્સને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય છે. કર્મચારીઓનો કોન્ટ્રિબ્યુશનનો એક હિસ્સો એમ્પ્લોઇ ડિપોઝિટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમમાં જાય છે. આ સ્કીમમાં સરપ્લસ ફંડથી પેન્શનર્સને મેડિકલ સુવિધા આપી શકાય છે.
આગળની સ્લાઇડમાં વાંચો....સરપ્લસ ફંડમાંથી આપી શકાય મેડિકલ સુવિધા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો