તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાક્ટ વર્કરના આવ્યા 'અચ્છે દિન', વધશે પગાર અને મળશે જોબ સિક્યુરિટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર તેમને પણ સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંત પર કાયમી કર્મચારીઓ જેટલો પગાર આપશે. ઉપરાંત આ કર્મચારીઓને જોબ સિક્યુરિટી અને સોશિયલ સિક્યુરિટી પણ આપવામાં આવશે. લેબર પ્રધાન બંડારૂ દત્તાત્રેયે ટ્રેડ યુનિયન્સને આ આશ્વાસન આપ્યું છે. ઉપરાંત તેમણે ટ્રેડ યુનિયન્સની માગને સાંભળવાની સાથે હવે પછીની બેઠકમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સને પણ સામેલ કરવાનું વચન આપ્યું છે. 

મિનિમમ વેજની દરખાસ્તને ટૂકમાં જ મળી શકે છે લીલી ઝંડી

મીટિંમગમાં ભાગ લેનાર ટ્રેડ યૂનિયનના એક સભ્યે ભાસ્કરને જણાવ્યું કે, મિનિસ્ટર બંડારૂ દત્તાત્રેયે ટ્રેડ યૂનિયન્સને કહ્યું કે, મિનિમમ વેજને 25 ટકા સુધી વધારવાની દરખાસ્ત કાયદા મંત્રાલયને મોકલવામાં આવી છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આ દરખાસ્તને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે જોબ સિક્યુરિટીનો મતલબ એ છે કે, કોન્ટ્રાક્ટર બદલાશે પરંતુ વર્કર નહીં બદલાય અને સોશિયલ સિક્યુરિટી અંતર્ગત કર્મચારીઓને પીએફની સાથે સાથે મેડીકલ સુવિધા પણ મળશે. 

11 ટ્રેડ યૂનિયનને મિટિંગમાં લીધો હતો ભાગ

શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેયે સોમવારે ટ્રેડ યૂનિયનોને તેની માગ પર વિચાર વિમર્સ કરવા માટે આમંત્રિત કર્યા હતા. આ બેઠકમાં 11 ટ્રેડ યૂનિયનોએ ભાગ લીધો હતો. આરએસએસ સાથે જોડાયેલ ભારતીય મજદૂર સંઘને છોડીને 10 ટ્રેડ યૂનિયનોએ 2 સપ્ટેમ્બર 2015ના રોજ રાજ્યવ્યાપી હડતાળ કરી હતી. 

સેન્ટ્રલ ટ્રેડ યૂનિયને કારોબારમાં સુવિધાના નામ પર કેન્દ્ર સરકારના એકપક્ષીય લેબલ લો એમેન્ડમેન્ટના વિરોધમાં 2 સપ્ટેમ્બર, 2016ના રોજ હડતાળનો નિર્ણય કર્યો હતો. સેન્ટ્રલ ટ્રેડ યૂનિયન્સે એક પત્રમાં લેબર પ્રધાનને કહ્યું હતું કે, અમે વિચાર વિમર્સ દ્વારા મુદ્દાનું સમાધાન શોધવા પ્રત્યે અમારો સંકલ્પ વ્યક્ત કરીએ છીએ. તેની સાથે અમારી વિનંદી છે કે તમે સેન્ટ્રલ ટ્રેડ યૂનિયન્સની સાથે વાતચીત કરવા માટે નિમણૂક કરવામાં આવેલ ગ્રુફ ઓફ મિનિસ્ટર્સની ઉપસ્થિતિ અંગે વિચાર કરો. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો....પેનલે આપી હતી 12 સૂત્રીય માગ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો