TIPS: અપનાવો આ 7 સરળ રીત, ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ નહી ચૂકવવો પડે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જથી બચવા માટે જો તમે પણ કોઈ રીત શોધતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે. તમારી પાસે 7 રીત છે, જેને અપનાવીને તમે તમારા ટ્રાન્ઝેક્શન ચાર્જથી બચી શકો છો. તેના તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ વાત પર ધ્યાન આપવું પડસે. જ્યાં સુધી એટીએમ ટ્રાન્ઝેક્શ ફ્રી ન થઈ જાય ત્યાં સુધી તમે આ રીત અપનાવીને ચાર્જ બચાવી શકો છો.

આવો જાણીએ કેવી રીતે તમે ટ્રાન્ઝેક્શન ચાર્જ બચાવી શકો છો...

યોગ્ય રીતે રોકડ પ્રવાહની યોજના બનાવો
નાનાથી નાના કામ માટે પણ એટીએમ જવાનું છોડી દો. પ્રવાહની યોજના પહેલાથી જ બનાવી લો. પહેલાની જેમ ઓછી રકમ ઉપાડવાનું છોડીને થોડી વધુ રકમ ઉપાડી લો. તમારી પાસે ઓછામાં ઓછી એટલી રકમ હોવી જોઈએ કે જેથી કરીને પાંચ-સાત દિવસનો ખર્ચ નીકળી જાય.

તમારી બેંકના એટીમનો ઉપયોગ કરો

એટીએમ ઉપયોગ પર ચાર્જ ચૂકવવાથી બચવા માટે તમારી બેંકના એટીએમનો વધુમાં વધુ ઉપયોગ કરો. તમે ઇચ્છો તો તમારા સ્માર્ટફોન દ્વારા પણ જાણી શકો છો કે તમારા બેંકનું એટીએમ તમે જ્યાં છો તે સ્થળથી નજીકમાં ક્યાં છે.

સેલેરી એકાઉન્ટનો ઉપયોગ કરો

ઘણી બેંક સેલેરી એકાઉન્ટ પર અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. સાથે જ બેંકોએ એકાઉન્ટમાં વધુ બેલેન્સ રાખવા પર એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટમાં છૂટ આપવીની પણ સુવિધા શરૂ કરી છે.
ઘણી બેંક સેલેરી એકાઉન્ટ પર અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. સાથે જ બેંકના ખાતામાં વધુ બેલેન્સ રાખવા પર એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટમાં છૂટ આપાવાની સુવિધા શરૂ કરી છે. એસબીઆઇ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ જેવી બેંક આ સુવિધા આપી રહી છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...અન્ય ટિપ્સ તમારી મદદ કરી શકે છે...
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.