• Gujarati News
  • Indian Witnessing Rainfall Deficit In Most Areas In July

36માંથી 23 સબડિવિઝનમાં ઓછો વરસાદ, કર્ણાટક અને તામિલનાડુમાં દુષ્કાળ જેવી હાલત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ જુલાઇ દરમિયાન ચોમાસાના ઓછા વરસાદનો સિલસિલો થોભવાનું નામ લેતો નથી. પરંતુ હવામાન વિભાગના અનુસાર જુલાઇ દરમિયાન દેશભરમાં સામાન્યની તુલનામાં 13 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે. સાથે જ પાછલા સપ્તાહમાં દેશના 36માંથી 23 સબ ડિવિઝનમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ થયો છે. તેના સિવાય કર્ણાટક અને તામિલનાડુમાં દુષ્કાળ જેવા સંજોગો છે. હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાક દરમિયાન પૂર્વીય રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. હાલના દિવસોમાં આઇએમડીએ જૂન અને ઓગસ્ટમાં સામાન્યની તુલનામાં ઓછો વરસાદ થવાની આગાહી કરી હતી.
23 સબ ડિવિઝનમાં વરસાદ ઓછો
આઇએમડીના આંકડાઓ અનુસાર જુલાઇના ત્રીજા સપ્તાહમાં કુલ 36 સબ ડિવિઝનમાંથી ફક્ત 13 સબ ડિવિઝનમાં સામાન્ય અથવા સામાન્યની સામે વધુ વરસાદ થયો છે. જ્યારે 23 સબડિવિઝનમાં સામાન્યથી ઓછો અથવા નહી બરોબર વરસાદ થયો છે.
કર્ણાટક અને તામિલનાડૂમાં દુષ્કાળન નહી આવે અંત
ચોમાસની સીઝન દરમિયાન વરસાદની ભારે ખોટ અનુભવી રહેલા કર્ણાટક અને તામિલનાડૂમાં ચાલુ સપ્તાહે સંજોગો સુધરવાના અણસાર દેખાતા નથી. ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં ચાલુ સપ્તાહે પણ વરસાદની ભારે કમી રહેવાની શક્યતા છે. શુક્રવારે તટીય કર્ણાટકમાં 13 ટકા, ઉત્તરી કર્ણાટકમાં 86 ટકા, અને દક્ષિણ કર્ણાટકમાં સામાન્યના મુકાબલામાં 50 ટકા ઓછો વરસાદ થયો છે. ત્યારે આખી સીઝનમાં પણ આ ક્ષેત્રોમાં ઓછો વરસાદ થયો છે. સાથે જ તામિલનાડૂ અને રાયલસીમામાં પણ વરસાદની ભારે કમી રહેવાની આગાહી કરવામાં આવી છે.
જુલાઇમાં હજુ સુધી 13 ટકા ઓછો થયો વરસાદ
જુલાઇ દરમિયાનમાં ચોમાસામાં ઓછા વરસાદનો સિલસિલો અટકતો દેખાતો નથી, હવામાન વિભાગના અનુસાર જુલાઇ દરમિયાન દેશભરમાં સામાન્યના મુકાબલમાં આશરે 13 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો હતો. 2 જુલાઇથી લઇને 26 જુલાઇ સુધી દેશભરમાં 116.4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે સામાન્ય રીતેઆ દરમિયાન આ આંકડા 133.5 મિલીમીટર હોય છે.
હવામાન વિભાગના અનુસાર 22 જુલાઇના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશભરમાં સામાન્યની તુલનામાં 12 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો હતો, સામાન્ય રીતે 16 જુલાઇથી લઇને 22 જુલાઇ સુધી દેશભરમાં સરેરાશ 68.1 મિલીમીટર વરસાદ નોંધવામાં આવે છે, જ્યારે આ સમયે 60.2 મિલીમીટર વરસાદ જ નોંધવામાં આવ્યો છે. વરસાદની સૌથી વધુ કમી ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જોવા મળી છે.
ચાલુ સપ્તાહે અનેક રાજ્યોમાં સારા વરસાદની આશા
હવામાન વિભાગના અનુસાર અત્યાર સુધીમાં દેશભરમાં જે રાજ્યોમાં અત્ય્ત ઓછો વરસાદ થયો છે તેમાંથી મોટાભાગનામાં ચાલુ સપ્તાહે સારા વરસાદની આશા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય મધ્યપ્રદેશ, મરાઠવાડા અને છત્તીસગઢમાં ચાલુ સપ્તાહે સારો વરસાદ થવાની સંભાવના છે. તેના સિવાય પશ્ચિમી અને પૂર્વીય મધ્યપ્રદેશ, પૂર્વીય રાજસ્થાનમાં ચાલુ સપ્તાહે ભાર વરસાદની સંભાવના છે.
આગામી 24 કલાકમાં અહીં થશે ભારે વરસાદ
હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ અને મોઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમના અનેક ક્ષેત્રોમાં વરસાદ થઇ શકે છે.