• Gujarati News
  • Syndicate Bank Interest Income During The First Quarter Rose To Rs 5,823 Crore

સિન્ડીકેટ બેન્કનો Q1 નફો 38% ઘટીને 320 કરોડ રૂપિયા થયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની સિન્ડીકેટ બેન્કે આજે જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો 38 ટકા ઘટીને રૂ. 301.98 કરોડ થયો છે. ગત વર્ષના સમાનગાળામાં બેન્કનો ચોખ્ખો નફો રૂ. 485.42 કરોડ રૂપિયા હતો.
ચાલુ નાણકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં બેન્કની કુલ આવક વધીને રૂ. 6323.42 કરોડ રૂપિયા થઈ છે, જે ગત વર્ષના સમાનગાળામાં રૂ. 5532 કરોડ હતો. બેન્કની ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટમાં ગત વર્ષના 2.97 ટકાની સરખામણીએ વધીને આ વર્ષે 3.72 કરોડ રૂપિયા થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં વ્યાજની આવક વધીને રૂ. 5823 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાનગાળામાં રૂ. 5067 કરોડ હતી.