રૂપિયો 5 પૈસાની મજબૂતી સાથે 64.11 પર ખુલ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ રૂપિયો મંગળવારે ડોલર સામે 25 પૈસા મજબૂત થઇને 63.91 પર બંધ રહ્યો હતો. આજના સેશનમાં રૂપિયો 63.89-64.11ની રેન્જમાં ટ્રેડ કરતો હતો. જાણકારોનું માનવું છે કે આયાતકારો અને બેન્કર્સ તરફથી ડોલરમાં વેચવાલી આવવાથી તથા ફેડની બે દિવસની બેઠક અગાઉ ડોલરમાં સુસ્ત ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. તેના કારણે રૂપિયાને મજબૂતી મળી છે.
રૂપિયાની શરૂઆત
ડોલરની સામે રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. 1 ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 5 પૈસાની મજબૂતી સાથે 64.11 પર ખુલ્યો હતો. સોમવારે રૂપિયો 64.16ના સ્તર પર બંધ રહ્યો હતો.
અમેરિકન અર્થતંત્રમાં રિકવરીથી ડોલરને સહારો
એકસપર્ટ્સ મુજબ અમેરિકાના અર્થતંત્ર સાથે જોડાયેલા આંકડા રિકવરીનો સંકેત આપી રહ્યા છે. આ સમાચારને જોતાં જાણકાર માને છે કે ફેડ દ્વારા આ વર્ષે રેટ વધવાની સંભવાના ઘણી વધી ગઈ છે, જે બાદ જ ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે.
એક્સપર્ટનું મંતવ્ય
એચડીએફસી બેન્ક મુજબ ઉભરતાં અર્થતંત્રમાં સામેલ થવાના કારણે ફેડરલ રિઝર્વદ્વારા દરમાં વધારાની અસર રૂપિયા પર પડી શકે છે. જોકે તેનું પ્રદર્શન બીજી કરન્સીથી સારી રહેવાની આશા છે, જે રૂપિયા કરતાં વધારે ઓવરવેલ્યુડ છે. એચડીએફસી મુજબ થાઈલેન્ડ, ઈન્ડોનેશિયાના કરન્સી રૂપિયાની સરખામણે ઘણી ઓવરવેલ્યુડ છે. પરંતુ એટલું નક્કી છે કે વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ ઉંચાઈ પર હોવાના કારણે રિઝર્વ બેન્કને રૂપિયો સંભાળવામાં વધારે મુશ્કેલી નહીં પડે.
અન્ય સમાચારો પણ છે...