રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 63.87 પર ખુલ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ અમેરિકન ડોલર સામે રૂપિયો બુધવારે સતત બીજા દિવસે વધીને બંધ રહ્યો હતો. આજના સત્રમાં રૂપિયો ડોલર સામે 2 પૈસા વધીને 63.89 પર બંધ રહ્યો હતો. ફોરેક્સ એક્સપર્ટસ માને છે કે એક્સપોર્ટસ અને બેન્કો દ્વારા ડોલરમાં વેચવાલી અને ભારતીય શેરબજારમાં તેજીના કારણે રૂપિયાને ટેકો મળ્યો છે.
રૂપિયાની શરૂઆત
ડોલરની સામે રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. 1 ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 63.87 પર ખુલ્યો હતો. મંગળવારે રૂપિયો 63.91ના સ્તર પર બંધ રહ્યો હતો.
એક્સપર્ટનું મંતવ્ય
એચડીએફસી બેન્ક મુજબ ઉભરતાં અર્થતંત્રમાં સામેલ થવાના કારણે ફેડરલ રિઝર્વદ્વારા દરમાં વધારાની અસર રૂપિયા પર પડી શકે છે. જોકે તેનું પ્રદર્શન બીજી કરન્સીથી સારી રહેવાની આશા છે, જે રૂપિયા કરતાં વધારે ઓવરવેલ્યુડ છે. એચડીએફસી મુજબ થાઈલેન્ડ, ઈન્ડોનેશિયાના કરન્સી રૂપિયાની સરખામણે ઘણી ઓવરવેલ્યુડ છે. પરંતુ એટલું નક્કી છે કે વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ ઉંચાઈ પર હોવાના કારણે રિઝર્વ બેન્કને રૂપિયો સંભાળવામાં વધારે મુશ્કેલી નહીં પડે.
અન્ય સમાચારો પણ છે...