હોલમાર્કની શુદ્વતામાં પણ વિવિધતા:WGC

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક)
-સોનાની નિકાસ વધારવા પણ હોલમાર્ક સિસ્ટમમાં સુધારો જરૂરી

અમદાવાદ:હોલમાર્ક ધરાવતી ગોલ્ડ જ્વેલરીની શુદ્વતામાં પણ વિવિધતા જોવા મળે છે તેવુ દર્શાવીને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે દેશમાં સોનાની ગુણવત્તાના સ્ટાન્ડર્ડને સુધારવા તાત્કાલીક પગલા લેવાની તાકીદ કરી છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને સફળ બનાવવાની સાથે સાથે દેશમાંથી સોનાની નિકાસને વધારવા માટે હોલમાર્કિંગ સિસ્ટમમાં સુધારાની જરૂર છે.
કિંમતી ધાતુ સોનાની શુદ્વતાની નિશાની તરીકે ગોલ્ડનું હોલમાર્કિંગ કરવામાં આવે છે. 30 ટકા જેટલા સોનાના ઝવેરાતહોલ્માર્ક હોવા છતા તેની ગુણવત્તા અંગે કેટલીક ચિંતા પ્રવર્તી રહી છે એટલે હોલ્માર્ક પ્રમાણ 30 ટકા કરતા પણ નીચુ છે. નબળી ગુણવત્તા તેમજ પોલિસી માટે બીઆઇએસ પાસે નબળા સ્ત્રોત હોવાથી હોલમાર્ક આઇટની શુદ્વતમાં પણ વિવિધતા જોવા મળે છે.
વર્ષ 2000માં બીઆઇએસ હોલમાર્કિંગની રજૂઆત બાદ ગોલ્ડમાં કેરેટેજ 40 ટકાથી ઘટીને 10-15 ટકાની આસપાસ હોવા છતા કેટલાક પડકારો જોઇ શકાય છે. હોલમાર્કિંગ ફરજીયાતન ન હોવાથી અને ગ્રાહકોમાં મર્યાદિત જાગૃત્તતાને કારણે ઝવેરીઓ સર્ટિફાઇડ ગોલ્ડ વેચવાનો આગ્રહ નથી રાખતા. હોલમાર્કે આઉટલેટમાં વેચાય છે.
યુએસ ફેડરલ રીર્ઝવ વ્યાજદરમાં વધારો કરવાની નજીક હોવાથી સોનાની કિંમતોમાં છેલ્લા બે વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો જોવા મળ્યો છે. સોનું ઘટીને 1086.61 ડોલર અને ચાંદી ઘટીને 14.67 ડોલરના સ્તરે બોલાતી હતી. અર્થતંત્રમાં સુધારાને પગલે રોજગારીમાં વધારો થયો હોવાનું ફેડ પોલિસ મેકર્સે દર્શાવ્યું હતું. ફેડ કદાચ સપ્ટેમ્બરમાં વ્યાજદર વધારે તેવી શક્યતા છે.