તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિગ્સની સંખ્યા વધતા, બ્રેન્ટ ક્રૂડની કિંમત $62 થઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ક્રુડની કિંમતમાં 10 ટકાથી વધારે સુધારો આવ્યા પછી ફરી એકવાર ઘટાડો આવી શકે છે. નાઇમેક્સ પર WTI ક્રુડની કિંમત 57 ડોલર પ્રતિ બેરલની નીચે ગઇ છે, જે બે માસનું નીચું સ્તર છે. છેલ્લા એક માસમાં ક્રુડની કિંમતમાં 7 ટકાથી વધુ ગબડી છે. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં ક્રુડની કિંમતમાં 8-10 ટકાનો ઘટાડો આવી શકે છે. અમેરિકા, ઓપેક સહિત ઇરાનથી સપ્લાય વધવાનો ખતરો છે, જેના કારણે ક્રુડની કિંમત ઘટી શકે છે.
આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો ઘટવાને પગલે ઘરેલું બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. એમસીએકસમાં ક્રુડની કિંમતો 1.15 ટકા ઘટીને 36,000 રૂપિયા પ્રતિ બેરલ થઈ છે. ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ બિન્કિંગ ગ્રુપે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2014માં પહેલી વખત અમેરિકામાં રિગ્સની સંખ્યામાં વધારો થયો છે. રિગ્સની સંખ્યા 12થી વધીને 640 થઈ છે. અમેરિકામાં શેલ ઉત્પાદનોની કિંમત 35 ડોલરથી ઘટીને 20 ડોલર થઈ છે.
ક્રુડની કિંમતમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની શકયતા
એસએમસી ગ્લોબલના રિસર્ચ ડેડ રવિ સિંહે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ક્રુડ ઓઇલની કિંમતો પર દબાણ વધશે. રવિએ આ અંગે વધુમાં જણાવ્યું હતુ કે, જો આગામી દિવસોમાં ઈરાન દ્વારા પરમાણું ડીલ કરવામાં આવશે તો ગ્લોબલ બજારોમાં ક્રુડ ઓઇલનો સપ્લાઈ વધશે. આ કારણે આગામી દિવસોમાં કિંમતો ઘટવાની શકયતા છે. ગ્રીસ સંકટ જો આગામી દિવસોમાં ચાલુ રહેશે તો ક્રુડની કિંમતોને ભારે ફટકો પડશે. આગામી દિવસોમાં ક્રુડ 3300 રૂપિયા પ્રતિ બેરલ થાય તેવી શકયતા છે.
ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ કહ્યું છે કે ક્રુડની કિંમતમાં ઘટાડાનું વલણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. તેમના મતે, માગ સામે સપ્લાય વધારે છે. તેથી જો પરમાણુ સમજૂતિ થાય તો કિંમત પર ફરીથી દબાણ આવશે. તનેજાના જણાવ્યા અનુસાર, ક્રુડની કિંમત ચાલુ સ્તરથી 5 ડોલર પ્રતિ બેરલ ઘટી શકે છે.
ઓપેકનું ક્રુડ ઉત્પાદન વધે તેવી શકયતા
જૂનમાં ઓપેકનું ક્રુડ ઉત્પાદન છેલ્લા ત્રણ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચે તેવી શકયતા છે. ઓપેકનું ક્રુડ ઉત્પાદન જૂનમાં 300 લાખ બેરલથી વધીને 321 લાખ બેરલ પ્રતિદિવસ રહેવાની શકયતા છે. ઓપેકનો સપ્લાય જૂનમાં વધીને 316 લાખ બેરલ પ્રતિદિવસ થયો છે. મેમાં આ આંકડો 313 લાખ બેરલ હતો. ઉલ્લેખનીય છે કે, ગ્રુપ નવેમ્બર 2014થી નક્કી કરવામાં આવેલા લક્ષ્યથી 13 લાખ બેરલ જેટલું વધુ ઉત્પાદન કરી રહ્યું છે.
ભારતીય બાસ્કેટમાં કાચું તેલ સસ્તું થયું
આંતરાષ્ટ્રીય બજારમાં ભારતીય બાસ્કેટના કાચા તેલની કિંમત 29-6-2015એ 59.95 અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહી હતી. પીપીએસી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ભારતીય બાસ્કેટના કાચા તેલની કિંમત આંતરાષ્ટ્રીય કિંમત 29-06-2015એ ઘટીને 59.50 અમેરિકી ડોલર પ્રતિ બેરલ થઈ છે. 26-06-2015એ આ કિંમત 60.70 અમેરિકી ડોલર પ્રતિ બેરલ હતી.
ઇરાન સમજૂતિથી ક્રુડનો સપ્લાય વધશે

ઇરાન અને છ મુખ્ય દેશો વચ્ચે પરમાણુ વાતચીત દરમિયાન મંગળવારે કોઇ સમજૂતિ નહિ થવાથી તેની ડેડલાઇન સાત જુલાઇ સુધી વધારવામાં આવી છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે જણાવ્યું કે તેમને 13 વર્ષના અવરોધને દૂર કરવા માટે બે વર્ષથી થઇ રહેલા પ્રયાસોને જોતા સમજૂતિ થવાની આશા છે. મેમાં ઇરાને દૈનિક 28 લાખ બેરલ ક્રુડનું ઉત્પાદન કર્યું હતું. જો ઇરાન પરના પ્રતિબંધ દૂર કરાશે તો આગામી છ માસમાં ક્રુડ ઉત્પાદન 7.5 લાખથી 10 લાખ બેરલ પ્રતિ દિન થઇ શકે છે. તેનો અર્થ એ કે વૈશ્વિક ઓઇલ માર્કેટમાં 10 લાખ બેરલ ક્રુડની સપ્લાય વધશે.
ગ્રીસ સંકટ વણસવાનો ડર

ગ્રીસના વડાપ્રધાન એલેક્સ સાઇપ્રસનું વલણ આક્રમક બન્યું છે. બીજી બાજુ, યુરોઝોનના નાણાપ્રધાનોએ નક્કી કર્યું છે કે ગ્રીસની સાથે ત્યાં સુધી કોઇ વાતચીત નહિ થાય જ્યાં સુધી ત્યાં થનારા જનમતનો નિર્ણય ન આવી જાય. સાયપ્રસે ગ્રીસના લોકોને યુરોઝોનની દરખાસ્તોને નકારી દેવાની અપીલ કરી છે. તેથી ગ્રીસની કટોકટી વધી શકે છે. તેના કારણે યુરોપ તરફથી માગ ઘટી શકે છે.
આગળ વાંચો- અમેરિકામાં ક્રુડનો ભંડાર સર્વોચ્ચ સ્તરે
અન્ય સમાચારો પણ છે...