તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Markets May Tumble If Greece Votes `no', Nifty Can Drop To 8,200 Level Feel Analysts

ગ્રીસનો જનમત `ના' હશે તો બજારો ગબડશે, નિફ્ટી 8,200 સુધી ઘટી શકેઃ એનાલિસ્ટ્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ ગ્રીસમાં બેલઆઉટ દરખાસ્તો પર લેવાનારા જનમતમાં જો બજારની અપેક્ષા પ્રમાણે બહુમતી મત `હા' હશે તો વૈશ્વિક બજારોમાં હાશકારો અનુભવાશે અને તેથી તેજી જોવા મળશે. પાછલા ઘણા દિવસોથી ગ્રીસની ચિંતાથી વૈશ્વિક બજારો દબાણ હેઠળ રહ્યા છે.
`જો યુરોપીયન યુનિયનને બેલઆઉટ પેકેજની તરફેણમાં ગ્રીસની પ્રજા મત આપશે તો સિપ્રસની સરકાર પર રાજીનામું આપવાનું જોરદાર દબાણ આવશે, કેમકે તેણે નાગરિકોને `ના' માટે મત આપવાની વિનંતી કરીને પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાડી છે. વિશ્વના બજારો તેને વધાવી લેશે અને તમામ જોખમી એસેટ્સમાં તેજી આવશે,' એમ પ્રભુદાસ લીલાધર પ્રા.લિ.ના હેડ (ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી એન્ડ એડવાઇઝરી), અજય બોડકેએ જણાવ્યું હતું.
પરંતુ જો જનમતમાં બહુમતી `ના' હશે તો આગામી સપ્તાહમાં બજારોને તીવ્ર આંચકો લાગી શકે છે, જેના પગલે મોટો ઘટાડો આવી શકે છે. એનાલિસ્ટ્સના મતે, ભારતીય બજારો 3 ટકા સુધી ગબડી શકે છે, પરંતુ આ આંચકાની અસર ટૂંકા સમયની હશે. વોલેટિલિટી ઇન્ડેક્સ, ઇન્ડિયા VIX શુક્રવારે 4.8 ટકા વધીને 16.30 થયો હતો, જે સૂચવે છે કે રવિવારના જનમત પહેલા બજારના લોકોમાં થોડોક અજંપો છે.
અહેવાલ એવું જણાવે છે કે એક સરવે અનુસાર, બેલઆઉટ પેકેજની દરખાસ્તોની તરફેણમાં 45 ટકા લોકો છે, જ્યારે તેની વિરુદ્ધમાં 43 ટકા છે. 12 ટકા લોકો અનિર્ણાયક છે. આમ, તરફેણ કરનારાની સરસાઇ છે, પણ તે પાતળી છે.
એનાલિસ્ટ્સ કહે છે કે ભારતીય બજાર ગયા સપ્તાહના પાછલા દિવસોમાં સારું એવું વધ્યું છે, તેથી ઘટાડાની મોટી અસર જોવા મળશે નહિ અને આંચકો પચાવી લેશે. પ્રભુદાસ લીલાધરના અજય બોડકેના જણાવ્યા અનુસાર, જો ગ્રીકનો મત ના હશે તો યુરો ઝોનમાં ગ્રીસની હાજરીના અંતની શરૂઆત થઇ જશે. જોકે, તેનો તેનો આંચકાજનક નકારાત્મક પ્રત્યાઘાત જોવા મળી શકે છે, પરંતુ બજારોને એ વાતે રાહત થશે કે યુરોઝોન એક એવા દેશથી છૂટકારો મેળવશે કે જે નાણાકીય ઉડાઉગીરી અને દેવાદાર બની રહેવા પર મુસ્તાક છે.
એડલવાઇસ કેપિટલના હેડ (ક્વોન્ટિટેટિવ રીસર્સ), યોગેશ રાડકેએ જણાવ્યું હતું કે, `ગ્રીસનો મત ના હશે તો વિશ્વના બજારોને તીવ્ર આંચકો લાગશે. ભારતીય બજારો મોટા ભાગના નકારાત્મક સમાચારોને પચાવી લે એવી શક્યતા છે અને નિફ્ટીને 8,200ના સ્તરે ટેકો મળી શકે છે.' અન્ય એક અગ્રણી બ્રોકરેજ કંપની આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટના ટેકનિકલ હેડ, ધર્મેશ શાહે પણ જણાવ્યું હતું કે, ગ્રીસના નકારાત્મક મતથી નિફ્ટી 8,200ના સ્તર સુધી ગબડી શકે છે.
ગ્રીસનો મત હકારાત્મક હશે તો નિફ્ટી 8,600-8,850 સુધી વધી શકે
જો ગ્રીસનો મત હા હશે તો વૈશ્વિક બજારો ઊછળશે અને ભારતીય બજારમાં પણ તેજી આગળ વધશે એવું એનાલિસ્ટ્સ માને છે. આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટના ધર્મેશ શાહના મતે, જો હકારાત્મક પરિણામ આવશે તો તેજી આગળ વધશે અને નિફ્ટી 8850ના સ્તરે જશે.
યોગેશ રાડકે કહે છે કે, હકારાત્મક મત હશે તો ઇન્ડેક્સ 8,600ના સ્તરે વધી શકે છે. રોકાણકારોને નીચા સ્તરે ખરીદવાની સલાહ પણ તેમણે આપી છે.
આગળ વાંચો, ગ્રીસની ચિંતાને અવગણી ભારતીય બજારો સતત ત્રીજા સપ્તાહમાં વધ્યા...
અન્ય સમાચારો પણ છે...